दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लृप्तेः ।
ष्टङ्कोत्कीर्णप्रकटमहिमा स्फू र्जति ज्ञानपुञ्जः ।।१९३।।
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ.
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે ‘હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે’. મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં જીવ- અજીવ, કર્તાકર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ — એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનપુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अखिलान् कर्तृ-भोक्तृ-आदि-भावान् सम्यक् प्रलयम् नीत्वा] સમસ્ત કર્તા- ભોક્તા આદિ ભાવોને સમ્યક્ પ્રકારે નાશ પમાડીને [प्रतिपदम्] પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં) [बन्ध-मोक्ष-प्रक्लृप्तेः दूरीभूतः] બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો, [शुद्धः शुद्धः] શુદ્ધ – શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ — બન્નેથી રહિત છે એવો), [स्वरस-विसर-आपूर्ण-पुण्य-अचल-अर्चिः] જેનું પવિત્ર અચળ તેજ નિજરસના ( – જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને [टङ्कोत्कीर्ण-प्रकट-महिमा] જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો [अयं ज्ञानपुञ्जः स्फू र्जति] આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે.