૪૫૬
ભાવાર્થઃ — શુદ્ધનયનો વિષય જે જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે કર્તાભોક્તાપણાના ભાવોથી રહિત છે, બંધમોક્ષની રચનાથી રહિત છે, પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે, પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. ૧૯૩.
હવે સર્વવિશુદ્ધ જ્ઞાનને પ્રગટ કરે છે. તેમાં પ્રથમ, ‘આત્મા કર્તા-ભોક્તાભાવથી રહિત છે’ એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कर्तृत्वं अस्य चितः स्वभावः न] કર્તાપણું આ ચિત્સ્વરૂપ આત્માનો સ્વભાવ નથી, [वेदयितृत्ववत्] જેમ ભોક્તાપણું સ્વભાવ નથી. [अज्ञानात् एव अयं कर्ता] અજ્ઞાનથી જ તે કર્તા છે, [तद्-अभावात् अकारकः] અજ્ઞાનનો અભાવ થતાં અકર્તા છે. ૧૯૪.
હવે આત્માનું અકર્તાપણું દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ —