કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्फु रच्चिज्जयोतिर्भिश्छुरितभुवनाभोगभवनः ।
स खल्वज्ञानस्य स्फु रति महिमा कोऽपि गहनः ।।१९५।।
શ્લોકાર્થઃ — [स्वरसतः विशुद्धः] જે નિજરસથી વિશુદ્ધ છે, અને [स्फु रत्-चित्-ज्योतिर्भिः छुरित-भुवन-आभोग-भवनः] સ્ફુરાયમાન થતી જેની ચૈતન્યજ્યોતિઓ વડે લોકનો સમસ્ત વિસ્તાર વ્યાપ્ત થઈ જાય છે એવો જેનો સ્વભાવ છે, [अयं जीवः] એવો આ જીવ [इति] પૂર્વોક્ત રીતે (પરદ્રવ્યનો અને પરભાવોનો) [अकर्ता स्थितः] અકર્તા ઠર્યો, [तथापि] તોપણ [अस्य] તેને [इह] આ જગતમાં [प्रकृतिभिः] કર્મપ્રકૃતિઓ સાથે [यद् असौ बन्धः किल स्यात्] જે આ (પ્રગટ) બંધ થાય છે [सः खलु अज्ञानस्य कः अपि गहनः महिमा स्फु रति] તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન છે.
ભાવાર્થઃ — જેનું જ્ઞાન સર્વ જ્ઞેયોમાં વ્યાપનારું છે એવો આ જીવ શુદ્ધનયથી પરદ્રવ્યનો કર્તા નથી, તોપણ તેને કર્મનો બંધ થાય છે તે કોઈ અજ્ઞાનનો ગહન મહિમા છે — જેનો પાર પમાતો નથી. ૧૯૫.
(હવે આ અજ્ઞાનના મહિમાને પ્રગટ કરે છેઃ — )