૪૬૦
अयं हि आसंसारत एव प्रतिनियतस्वलक्षणानिर्ज्ञानेन परात्मनोरेकत्वाध्यासस्य करणात्कर्ता सन् चेतयिता प्रकृतिनिमित्तमुत्पत्तिविनाशावासादयति; प्रकृतिरपि चेतयितृनिमित्तमुत्पत्ति- विनाशावासादयति । एवमनयोरात्मप्रकृत्योः कर्तृकर्मभावाभावेऽप्यन्योन्यनिमित्तनैमित्तिकभावेन द्वयोरपि बन्धो द्रष्टः, ततः संसारः, तत एव च तयोः कर्तृकर्मव्यवहारः ।
ગાથાર્થઃ — [चेतयिता तु] ચેતક અર્થાત્ આત્મા [प्रकृत्यर्थम् ] પ્રકૃતિના નિમિત્તે [उत्पद्यते] ઊપજે છે [विनश्यति] તથા વિણસે છે, [प्रकृतिः अपि] અને પ્રકૃતિ પણ [चेतकार्थम्] ચેતકના અર્થાત્ આત્માના નિમિત્તે [उत्पद्यते] ઊપજે છે [विनश्यति] તથા વિણસે છે. [एवं] એ રીતે [अन्योन्यप्रत्ययात्] પરસ્પર નિમિત્તથી [द्वयोः अपि] બન્નેનો — [आत्मनः प्रकृतेः च] આત્માનો ને પ્રકૃતિનો — [बन्धः तु भवेत्] બંધ થાય છે, [तेन] અને તેથી [संसारः] સંસાર [जायते] ઉત્પન્ન થાય છે.
ટીકાઃ — આ આત્મા, (તેને) અનાદિ સંસારથી જ (પરનાં અને પોતાનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા થયો થકો, પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે; પ્રકૃતિ પણ આત્માના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે (અર્થાત્ આત્માના પરિણામ અનુસાર પરિણમે છે). એ રીતે — જોકે તે આત્મા અને પ્રકૃતિને કર્તાકર્મભાવનો અભાવ છે તોપણ — પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવથી બંનેને બંધ જોવામાં આવે છે, તેથી સંસાર છે અને તેથી જ તેમને (આત્માને ને પ્રકૃતિને) કર્તાકર્મનો વ્યવહાર છે.
ભાવાર્થઃ — આત્માને અને જ્ઞાનાવરણાદિ કર્મની પ્રકૃતિઓને પરમાર્થે કર્તાકર્મપણાનો અભાવ છે તોપણ પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવને લીધે બંધ થાય છે, તેથી સંસાર છે અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે.
(‘જ્યાં સુધી આત્મા પ્રકૃતિના નિમિત્તે ઊપજવું-વિણસવું ન છોડે ત્યાં સુધી તે અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ, અસંયત છે’ એમ હવે કહે છેઃ — )