કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૬૧
ઉત્પાદ-વ્યય પ્રકૃતિનિમિત્તે જ્યાં લગી નહિ પરિતજે,
અજ્ઞાની, મિથ્યાત્વી, અસંયત ત્યાં લગી આ જીવ રહે; ૩૧૪.
આ આતમા જ્યારે કરમનું ફળ અનંતું પરિતજે,
જ્ઞાયક તથા દર્શક તથા મુનિ તેહ કર્મવિમુક્ત છે. ૩૧૫.
ગાથાર્થઃ — [यावत्] જ્યાં સુધી [एषः चेतयिता] આ આત્મા [प्रकृत्यर्थं] પ્રકૃતિના નિમિત્તે
ઊપજવું-વિણસવું [न एव विमुञ्चति] છોડતો નથી, [तावत्] ત્યાં સુધી તે [अज्ञायकः] અજ્ઞાયક
છે, [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ છે, [असंयतः भवेत्] અસંયત છે.
[यदा] જ્યારે [चेतयिता] આત્મા [अनन्तक म् कर्मफलम्] અનંત કર્મફળને [विमुञ्चति] છોડે
છે, [तदा] ત્યારે તે [ज्ञायकः] જ્ઞાયક છે, [दर्शकः] દર્શક છે, [मुनिः] મુનિ છે, [विमुक्तः भवति]
વિમુક્ત (અર્થાત્ બંધથી રહિત) છે.
ટીકાઃ — જ્યાં સુધી આ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત
સ્વલક્ષણોનું જ્ઞાન (ભેદજ્ઞાન) નહિ હોવાને લીધે, પ્રકૃતિના સ્વભાવને — કે જે પોતાને બંધનું
નિમિત્ત છે તેને — છોડતો નથી, ત્યાં સુધી સ્વ-પરના એકત્વજ્ઞાનથી અજ્ઞાયક છે, સ્વપરના
એકત્વદર્શનથી (એકત્વરૂપ શ્રદ્ધાનથી) મિથ્યાદ્રષ્ટિ છે અને સ્વપરની એકત્વપરિણતિથી અસંયત
जा एस पयडीअट्ठं चेदा णेव विमुंचए ।
अयाणओ हवे ताव मिच्छादिट्ठी असंजओ ।।३१४।।
जदा विमुंचए चेदा कम्मफलमणंतयं ।
तदा विमुत्तो हवदि जाणओ पासओ मुणी ।।३१५।।
यावदेष प्रकृत्यर्थं चेतयिता नैव विमुञ्चति ।
अज्ञायको भवेत्तावन्मिथ्याद्रष्टिरसंयतः ।।३१४।।
यदा विमुञ्चति चेतयिता कर्मफलमनन्तकम् ।
तदा विमुक्तो भवति ज्ञायको दर्शको मुनिः ।।३१५।।
यावदयं चेतयिता प्रतिनियतस्वलक्षणानिर्ज्ञानात् प्रकृतिस्वभावमात्मनो बन्धनिमित्तं
न मुञ्चति, तावत्स्वपरयोरेकत्वज्ञानेनाज्ञायको भवति, स्वपरयोरेकत्वदर्शनेन मिथ्याद्रष्टि-
र्भवति, स्वपरयोरेकत्वपरिणत्या चासंयतो भवति; तावदेव च परात्मनोरेकत्वाध्यासस्य करणात्कर्ता