૪૬૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
છે; અને ત્યાં સુધી જ પરના અને પોતાના એકત્વનો અધ્યાસ કરવાથી કર્તા છે. અને જ્યારે
આ જ આત્મા, (પોતાનાં અને પરનાં જુદાં જુદાં) નિશ્ચિત સ્વલક્ષણોના જ્ઞાનને (ભેદજ્ઞાનને)
લીધે, પ્રકૃતિના સ્વભાવને — કે જે પોતાને બંધનું નિમિત્ત છે તેને — છોડે છે, ત્યારે સ્વપરના
વિભાગજ્ઞાનથી (ભેદજ્ઞાનથી) જ્ઞાયક છે, સ્વપરના વિભાગદર્શનથી (ભેદદર્શનથી) દર્શક છે અને
સ્વપરની વિભાગપરિણતિથી (ભેદપરિણતિથી) સંયત છે; અને ત્યારે જ પરના અને પોતાના
એકત્વનો અધ્યાસ નહિ કરવાથી અકર્તા છે.
ભાવાર્થઃ — જ્યાં સુધી આ આત્મા પોતાના અને પરના સ્વલક્ષણને જાણતો નથી ત્યાં
સુધી તે ભેદજ્ઞાનના અભાવને લીધે કર્મપ્રકૃતિના ઉદયને પોતાનો સમજી પરિણમે છે; એ રીતે
મિથ્યાદ્રષ્ટિ, અજ્ઞાની, અસંયમી થઈને, કર્તા થઈને, કર્મનો બંધ કરે છે. અને જ્યારે આત્માને
ભેદજ્ઞાન થાય છે ત્યારે તે કર્તા થતો નથી, તેથી કર્મનો બંધ કરતો નથી, જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે છે.
‘એવી જ રીતે ભોક્તાપણું પણ આત્માનો સ્વભાવ નથી’ એવા અર્થનો, આગળની
ગાથાની સૂચનારૂપ શ્લોક હવે કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कर्तृत्ववत्] કર્તાપણાની જેમ [भोक्तृत्वं अस्य चितः स्वभावः स्मृतः न]
ભોક્તાપણું પણ આ ચૈતન્યનો (ચિત્સ્વરૂપ આત્માનો) સ્વભાવ કહ્યો નથી. [अज्ञानात् एव अयं
भोक्ता] અજ્ઞાનથી જ તે ભોક્તા છે, [तद्-अभावात् अवेदकः] અજ્ઞાનનો અભાવ થતાં અભોક્તા
છે. ૧૯૬.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —
અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી,
ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬.
भवति । यदा त्वयमेव प्रतिनियतस्वलक्षणनिर्ज्ञानात् प्रकृतिस्वभावमात्मनो बन्धनिमित्तं मुञ्चति,
तदा स्वपरयोर्विभागज्ञानेन ज्ञायको भवति, स्वपरयोर्विभागदर्शनेन दर्शको भवति,
स्वपरयोर्विभागपरिणत्या च संयतो भवति; तदैव च परात्मनोरेकत्वाध्यासस्याकरणादकर्ता भवति ।
(अनुष्टुभ्)
भोक्तृत्वं न स्वभावोऽस्य स्मृतः कर्तृत्ववच्चितः ।
अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः ।।१९६।।
अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिदो दु वेदेदि ।
णाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि ।।३१६।।