૪૬૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
શ્લોકાર્થઃ — [अज्ञानी प्रकृति-स्वभाव-निरतः नित्यं वेदकः भवेत्] અજ્ઞાની પ્રકૃતિ-
સ્વભાવમાં લીન – રક્ત હોવાથી ( – તેને જ પોતાનો સ્વભાવ જાણતો હોવાથી – ) સદા વેદક
છે, [तु] અને [ज्ञानी प्रकृति-स्वभाव-विरतः जातुचित् वेदकः नो] જ્ઞાની તો પ્રકૃતિસ્વભાવથી વિરામ
પામેલો – વિરક્ત હોવાથી ( – તેને પરનો સ્વભાવ જાણતો હોવાથી – ) કદાપિ વેદક નથી. [इति
एवं नियमं निरूप्य] આવો નિયમ બરાબર વિચારીને — નક્કી કરીને [निपुणैः अज्ञानिता
त्यज्यताम् ] નિપુણ પુરુષો અજ્ઞાનીપણાને છોડો અને [शुद्ध-एक-आत्ममये महसि] શુદ્ધ-એક-
આત્મામય તેજમાં [अचलितैः] નિશ્ચળ થઈને [ज्ञानिता आसेव्यताम्] જ્ઞાનીપણાને સેવો. ૧૯૭.
હવે, ‘અજ્ઞાની વેદક જ છે’ એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ ‘અજ્ઞાની ભોક્તા
જ છે’ એવો નિયમ છે — એમ કહે છે)ઃ —
સુરીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે,
સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭.
ગાથાર્થઃ — [सुष्ठु] સારી રીતે [शास्त्राणि] શાસ્ત્રો [अधीत्य अपि] ભણીને પણ [अभव्यः]
અભવ્ય [प्रकृतिम् ] પ્રકૃતિને (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને) [न मुञ्चति] છોડતો નથી, [गुडदुग्धम्] જેમ
સાકરવાળું દૂધ [पिबन्तः अपि] પીતાં છતાં [पन्नगाः] સર્પો [निर्विषाः] નિર્વિષ [न भवन्ति] થતા નથી.
ટીકાઃ — જેમ આ જગતમાં સર્પ વિષભાવને પોતાની મેળે છોડતો નથી અને વિષભાવ
(शार्दूलविक्रीडित)
अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको
ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः ।
इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां
शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता ।।१९७।।
अज्ञानी वेदक एवेति नियम्यते —
ण मुयदि पयडिमभव्वो सुट्ठु वि अज्झाइदूण सत्थाणि ।
गुडदुद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होंति ।।३१७।।
न मुञ्चति प्रकृतिमभव्यः सुष्ठ्वपि अधीत्य शास्त्राणि ।
गुडदुग्धमपि पिबन्तो न पन्नगा निर्विषा भवन्ति ।।३१७।।
यथात्र विषधरो विषभावं स्वयमेव न मुञ्चति, विषभावमोचनसमर्थसशर्करक्षीरपानाच्च न