Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 468 of 642
PDF/HTML Page 499 of 673

 

background image
૪૬૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
ગાથાર્થઃ[यथा एव द्रष्टिः] જેમ નેત્ર (દ્રશ્ય પદાર્થોને કરતું-ભોગવતું નથી, દેખે જ
છે), [तथा] તેમ [ज्ञानम्] જ્ઞાન [अकारकं] અકારક [अवेदकं च एव] તથા અવેદક છે, [च]
અને [बन्धमोक्षं] બંધ, મોક્ષ, [कर्मोदयं] કર્મોદય [निर्जरां च एव] તથા નિર્જરાને [जानाति] જાણે
જ છે.
ટીકાઃજેવી રીતે આ જગતમાં નેત્ર દ્રશ્ય પદાર્થથી અત્યંત ભિન્નપણાને લીધે તેને
કરવા-વેદવાને અસમર્થ હોવાથી, દશ્ય પદાર્થને કરતું નથી અને વેદતું નથીજો એમ ન હોય
તો અગ્નિને દેખવાથી, *સંધુક્ષણની માફક, પોતાને (નેત્રને) અગ્નિનું કરવાપણું
(સળગાવવાપણું), અને લોખંડના ગોળાની માફક પોતાને (નેત્રને) અગ્નિનો અનુભવ દુર્નિવાર
થાય (અર્થાત્
જો નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું - વેદતું હોય તો તો નેત્ર વડે અગ્નિ સળગવી જોઈએ
અને નેત્રને અગ્નિની ઉષ્ણતાનો અનુભવ અવશ્ય થવો જોઈએ; પરંતુ એમ તો થતું નથી, માટે
નેત્ર દ્રશ્ય પદાર્થને કરતું-વેદતું નથી)
પરંતુ કેવળ દર્શનમાત્રસ્વભાવવાળું હોવાથી તે સર્વને
કેવળ દેખે જ છે; તેવી રીતે જ્ઞાન પણ, પોતે (નેત્રની માફક) દેખનાર હોવાથી, કર્મથી અત્યંત
ભિન્નપણાને લીધે નિશ્ચયથી તેને કરવા-વેદવાને અસમર્થ હોવાથી, કર્મને કરતું નથી અને વેદતું
નથી, પરંતુ કેવળ જ્ઞાનમાત્રસ્વભાવવાળું (જાણવાના સ્વભાવવાળું ) હોવાથી કર્મના બંધને તથા
મોક્ષને, કર્મના ઉદયને તથા નિર્જરાને કેવળ જાણે જ છે.
ભાવાર્થઃજ્ઞાનનો સ્વભાવ નેત્રની જેમ દૂરથી જાણવાનો છે; માટે કરવું - ભોગવવું
જ્ઞાનને નથી. કરવા-ભોગવવાપણું માનવું તે અજ્ઞાન છે. અહીં કોઈ પૂછે કે‘‘એવું તો
કેવળજ્ઞાન છે. બાકી જ્યાં સુધી મોહકર્મનો ઉદય છે ત્યાં સુધી તો સુખદુઃખરાગાદિરૂપે
પરિણમન થાય જ છે, તેમ જ જ્યાં સુધી દર્શનાવરણ, જ્ઞાનાવરણ તથા વીર્યાંતરાયનો ઉદય
द्रष्टिः यथैव ज्ञानमकारकं तथाऽवेदकं चैव
जानाति च बन्धमोक्षं कर्मोदयं निर्जरां चैव ।।३२०।।
यथात्र लोके द्रष्टिर्दश्यादत्यन्तविभक्तत्वेन तत्करणवेदनयोरसमर्थत्वात् द्रश्यं न करोति न
वेदयते च, अन्यथाग्निदर्शनात्सन्धुक्षणवत् स्वयं ज्वलनकरणस्य, लोहपिण्डवत्स्वयमौष्ण्यानुभवनस्य
च दुर्निवारत्वात्, किन्तु केवलं दर्शनमात्रस्वभावत्वात् तत्सर्वं केवलमेव पश्यति; तथा ज्ञानमपि स्वयं
द्रष्टृत्वात् कर्मणोऽत्यन्तविभक्तत्वेन निश्चयतस्तत्करणवेदनयोरसमर्थत्वात्कर्म न करोति न वेदयते च,
किन्तु केवलं ज्ञानमात्रस्वभावत्वात्कर्मबन्धं मोक्षं वा कर्मोदयं निर्जरां वा केवलमेव जानाति
* સંધુક્ષણ = સંધૂકણ; અગ્નિ સળગાવનાર પદાર્થ; અગ્નિ ચેતાવનારી વસ્તુ.