કહાનજૈનશાસ્ત્રમાળા ]
ज्ञानी हि कर्मचेतनाशून्यत्वेन कर्मफलचेतनाशून्यत्वेन च स्वयमकर्तृत्वादवेदयितृत्वाच्च न कर्म करोति न वेदयते च; किन्तु ज्ञानचेतनामयत्वेन केवलं ज्ञातृत्वात्कर्मबन्धं कर्मफलं च शुभमशुभं वा केवलमेव जानाति ।
કરી શકે? જ્યાં સુધી નિર્બળતા રહે ત્યાં સુધી કર્મ જોર ચલાવી લે; ક્રમે ક્રમે સબળતા વધારીને છેવટે તે જ્ઞાની કર્મનો નિર્મૂળ નાશ કરશે જ. ૧૯૮.
હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છેઃ —
ગાથાર્થઃ — [ज्ञानी] જ્ઞાની [बहुप्रकाराणि] બહુ પ્રકારનાં [कर्माणि] કર્મોને [न अपि करोति] કરતો પણ નથી, [न अपि वेदयते] વેદતો (ભોગવતો) પણ નથી; [पुनः] પરંતુ [पुण्यं च पापं च] પુણ્ય અને પાપરૂપ [बन्धं] કર્મબંધને [कर्मफलं] તથા કર્મફળને [जानाति] જાણે છે.
ટીકાઃ — કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક ( – અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો ( – ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.
હવે પૂછે છે કે — (જ્ઞાની કરતો-ભોગવતો નથી, જાણે જ છે) એ કઈ રીતે? તેનો ઉત્તર દ્રષ્ટાંતપૂર્વક કહે છેઃ —