Samaysar (Gujarati). Kalash: 198.

< Previous Page   Next Page >


Page 466 of 642
PDF/HTML Page 497 of 673

 

૪૬૬

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

ज्ञानी तु निरस्तभेदभावश्रुतज्ञानलक्षणशुद्धात्मज्ञानसद्भावेन परतोऽत्यन्तविरक्तत्वात् प्रकृति- स्वभावं स्वयमेव मुञ्चति, ततोऽमधुरं मधुरं वा कर्मफलमुदितं ज्ञातृत्वात् केवलमेव जानाति, न पुनर्ज्ञाने सति परद्रव्यस्याहंतयाऽनुभवितुमयोग्यत्वाद्वेदयते अतो ज्ञानी प्रकृतिस्वभावविरक्तत्वादवेदक एव

(वसन्ततिलका)
ज्ञानी करोति न न वेदयते च कर्म
जानाति केवलमयं किल तत्स्वभावम्
जानन्परं करणवेदनयोरभावा-
च्छुद्धस्वभावनियतः स हि मुक्त एव
।।१९८।।

ટીકાઃજ્ઞાની તો જેમાંથી ભેદ દૂર થયા છે એવું ભાવશ્રુતજ્ઞાન જેનું સ્વરૂપ છે એવા શુદ્ધાત્મજ્ઞાનના (શુદ્ધ આત્માના જ્ઞાનના) સદ્ભાવને લીધે, પરથી અત્યંત વિરક્ત હોવાથી પ્રકૃતિસ્વભાવને (કર્મના ઉદયના સ્વભાવને) સ્વયમેવ છોડે છે તેથી ઉદયમાં આવેલા અમધુર કે મધુર કર્મફળને જ્ઞાતાપણાને લીધે કેવળ જાણે જ છે, પરંતુ જ્ઞાન હોતાં (જ્ઞાન હોય ત્યારે) પરદ્રવ્યને ‘હું’પણે અનુભવવાની અયોગ્યતા હોવાથી (તે કર્મફળને) વેદતો નથી. માટે, જ્ઞાની પ્રકૃતિસ્વભાવથી વિરક્ત હોવાથી અવેદક જ છે.

ભાવાર્થઃજે જેનાથી વિરક્ત હોય તે તેને સ્વવશે તો ભોગવે નહિ, અને પરવશે ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ. આ ન્યાયે જ્ઞાનીકે જે પ્રકૃતિસ્વભાવને (કર્મના ઉદયને) પોતાનો નહિ જાણતો હોવાથી તેનાથી વિરક્ત છે તેસ્વયમેવ તો પ્રકૃતિસ્વભાવને ભોગવતો નથી, અને ઉદયની બળજોરીથી પરવશ થયો થકો પોતાની નિર્બળતાથી ભોગવે તો તેને પરમાર્થે ભોક્તા કહેવાય નહિ, વ્યવહારથી ભોક્તા કહેવાય. પરંતુ વ્યવહારનો તો અહીં શુદ્ધનયના કથનમાં અધિકાર નથી; માટે જ્ઞાની અભોક્તા જ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[ज्ञानी कर्म न करोति च न वेदयते] જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો નથી, [तत्स्वभावम् अयं किल केवलम् जानाति] કર્મના સ્વભાવને તે કેવળ જાણે જ છે. [परं जानन्] એમ કેવળ જાણતો થકો [करण-वेदनयोः अभावात्] કરણના અને વેદનના (કરવાના અને ભોગવવાના) અભાવને લીધે [शुद्ध-स्वभाव-नियतः सः हि मुक्तः एव] શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો તે ખરેખર મુક્ત જ છે.

ભાવાર્થઃજ્ઞાની કર્મનો સ્વાધીનપણે કર્તા-ભોક્તા નથી, કેવળ જ્ઞાતા જ છે; માટે તે કેવળ શુદ્ધસ્વભાવરૂપ થયો થકો મુક્ત જ છે. કર્મ ઉદયમાં આવે પણ છે, તોપણ જ્ઞાનીને તે શું