Samaysar (Gujarati). Gatha: 8.

< Previous Page   Next Page >


Page 19 of 642
PDF/HTML Page 50 of 673

 

background image
तर्हि परमार्थ एवैको वक्तव्य इति चेत्
जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदुं
तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं ।।८।।
यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम्
तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम् ।।८।।
यथा खलु म्लेच्छः स्वस्तीत्यभिहिते सति तथाविधवाच्यवाचकसम्बन्धावबोधबहिष्कृतत्वान्न
किञ्चिदपि प्रतिपद्यमानो मेष इवानिमेषोन्मेषितचक्षुः प्रेक्षत एव, यदा तु स एव तदेतद्भाषा-
सम्बन्धैकार्थज्ञेनान्येन तेनैव वा म्लेच्छभाषां समुदाय स्वस्तिपदस्याविनाशो भवतो भवत्वित्यभिधेयं
प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमन्दानन्दमयाश्रुझलज्झलल्लोचनपात्रस्तत्प्रतिपद्यत एव; तथा किल
लोकोऽप्यात्मेत्यभिहिते सति यथावस्थितात्मस्वरूपपरिज्ञानबहिष्कृतत्वान्न किञ्चिदपि प्रतिपद्यमानो
હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જો એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો
જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને,
વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.
ગાથાર્થ[यथा] જેમ [अनार्यः] અનાર્ય (મ્લેચ્છ) જનને [अनार्यभाषां विना तु]
અનાર્યભાષા વિના [ग्राहयितुम्] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [न अपि शक्यः] કોઈ
સમર્થ નથી [तथा] તેમ [व्यवहारेण विना] વ્યવહાર વિના [परमार्थोपदेशनम्] પરમાર્થનો ઉપદેશ
કરવા [अशक्यम्] કોઈ સમર્થ નથી.
ટીકાઃજેમ કોઈ મ્લેચ્છને કોઈ બ્રાહ્મણ ‘સ્વસ્તિ’ એવો શબ્દ કહે છે ત્યારે તે
મ્લેચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ
સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા
અને મ્લેચ્છની ભાષા
એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ
મ્લેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ ‘‘તારું અવિનાશી કલ્યાણ
થાઓ’’ એવો છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો
ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ ‘સ્વસ્તિ’ શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૧૯