Samaysar (Gujarati). Gatha: 321-323.

< Previous Page   Next Page >


Page 470 of 642
PDF/HTML Page 501 of 673

 

background image
૪૭૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે આ જ અર્થને ગાથા દ્વારા કહે છેઃ
જ્યમ લોક માને ‘દેવ, નારક આદિ જીવ વિષ્ણુ કરે’,
ત્યમ શ્રમણ પણ માને કદી ‘આત્મા કરે ષટ્ કાયને’, ૩૨૧.
તો લોક-મુનિ સિદ્ધાંત એક જ, ભેદ તેમાં નવ દીસે,
વિષ્ણુ કરે જ્યમ લોકમતમાં, શ્રમણમત આત્મા કરે; ૩૨૨.
એ રીત લોક-મુનિ ઉભયનો મોક્ષ કોઈ નહીં દીસે,
જે દેવ, મનુજ, અસુરના ત્રણ લોકને નિત્યે કરે. ૩૨૩.
ગાથાર્થઃ[लोकस्य] લોકના (લૌકિક જનોના) મતમાં [सुरनारकतिर्यङ्मानुषान् सत्त्वान्]
દેવ, નારક, તિર્યંચ, મનુષ્યપ્રાણીઓને [विष्णुः] વિષ્ણુ [करोति] કરે છે; [च] અને [यदि] જો
[श्रमणानाम् अपि] શ્રમણોના (મુનિઓના) મન્તવ્યમાં પણ [षडिवधान् कायान्] છ કાયના જીવોને
[आत्मा] આત્મા [करोति] કરતો હોય [यदि लोकश्रमणानाम्] તો લોક અને શ્રમણોનો [एकः
सिद्धान्तः] એક સિદ્ધાંત થાય છે, [विशेषः] કાંઈ ફેર [न द्रश्यते] દેખાતો નથી; (કારણ કે) [लोकस्य]
लोयस्स कुणदि विण्हू सुरणारयतिरियमाणुसे सत्ते
समणाणं पि य अप्पा जदि कुव्वदि छव्विहे काऐ ।।३२१।।
लोयसमणाणमेयं सिद्धंतं जइ ण दीसदि विसेसो
लोयस्स कुणइ विण्हू समणाण वि अप्पओ कुणदि ।।३२२।।
एवं ण को वि मोक्खो दीसदि लोयसमणाण दोण्हं पि
णिच्चं कुव्वंताणं सदेवमणुयासुरे लोए ।।३२३।।
लोकस्य करोति विष्णुः सुरनारकतिर्यङ्मानुषान् सत्त्वान्
श्रमणानामपि चात्मा यदि करोति षडिवधान् कायान् ।।३२१।।
लोकश्रमणानामेकः सिद्धान्तो यदि न द्रश्यते विशेषः
लोकस्य करोति विष्णुः श्रमणानामप्यात्मा करोति ।।३२२।।
एवं न कोऽपि मोक्षो द्रश्यते लोकश्रमणानां द्वयेषामपि
नित्यं कुर्वतां सदेवमनुजासुरान् लोकान् ।।३२३।।