Samaysar (Gujarati). Kalash: 200.

< Previous Page   Next Page >


Page 471 of 642
PDF/HTML Page 502 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૭૧
લોકના મતમાં [विष्णुः] વિષ્ણુ [करोति] કરે છે અને [श्रमणानाम् अपि] શ્રમણોના મતમાં પણ
[आत्मा] આત્મા [करोति] કરે છે (તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). [एवं]
રીતે, [सदेवमनुजासुरान् लोकान्] દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને [नित्यं कुर्वतां] સદાય
કરતા (અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા [लोकश्रमणानां द्वयेषाम् अपि] તે લોક
તેમ જ શ્રમણબન્નેનો [कः अपि मोक्षः] કોઈ મોક્ષ [न द्रश्यते] દેખાતો નથી.
ટીકાઃજેઓ આત્માને કર્તા જ દેખે છેમાને છે, તેઓ લોકોત્તર હોય તોપણ
લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે, લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો
કરે છે, અને તેમના (
લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો
કરે છેએમ *અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની
માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.
ભાવાર્થઃજેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તોપણ લૌકિક
જન જેવા જ છે; કારણ કે, લોક ઇશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો
એમ બન્નેની માન્યતા સમાન થઈ. માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ
મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?
હવે, ‘પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી’
એમ શ્લોકમાં કહે છેઃ
શ્લોકાર્થઃ[परद्रव्य-आत्मतत्त्वयोः सर्वः अपि सम्बन्धः नास्ति] પરદ્રવ્યને અને આત્મતત્ત્વને
સઘળોય (અર્થાત્ કાંઈ પણ) સંબંધ નથી; [कर्तृ-कर्मत्व-सम्बन्ध-अभावे] એમ કર્તાકર્મપણાના
સંબંધનો અભાવ હોતાં, [तत्कर्तृता कुतः] આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય?
ભાવાર્થઃપરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તાકર્મ-
ये त्वात्मानं कर्तारमेव पश्यन्ति ते लोकोत्तरिका अपि न लौकिकतामतिवर्तन्ते; लौकिकानां
परमात्मा विष्णुः सुरनारकादिकार्याणि करोति, तेषां तु स्वात्मा तानि करोतीत्यपसिद्धान्तस्य
समत्वात्
ततस्तेषामात्मनो नित्यकर्तृत्वाभ्युपगमात् लौकिकानामिव लोकोत्तरिकाणामपि नास्ति
मोक्षः
(अनुष्टुभ्)
नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः
कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः ।।२००।।
* અપસિદ્ધાંત = ખોટો અથવા ભૂલભરેલો સિદ્ધાંત