Samaysar (Gujarati). Gatha: 324-327.

< Previous Page   Next Page >


Page 472 of 642
PDF/HTML Page 503 of 673

 

background image
૪૭૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
સંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તાકર્મસંબંધ નથી, ત્યાં આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કઈ
રીતે હોઈ શકે? ૨૦૦.
હવે, ‘‘જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને ‘પરદ્રવ્ય મારું છે’ એમ કહે છે, એ રીતે
વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે’’ ઇત્યાદિ
અર્થની ગાથાઓ દ્રષ્ટાંત સહિત કહે છેઃ
વ્યવહારમૂઢ અતત્ત્વવિદ્ પરદ્રવ્યને ‘મારું’ કહે,
‘પરમાણુમાત્ર ન મારું’ જ્ઞાની જાણતા નિશ્ચય વડે. ૩૨૪.
જ્યમ પુરુષ કોઈ કહે ‘અમારું ગામ, પુર ને દેશ છે’,
પણ તે નથી તેનાં, અરે! જીવ મોહથી ‘મારાં’ કહે; ૩૨૫.
એવી જ રીત જે જ્ઞાની પણ ‘મુજ’ જાણતો પરદ્રવ્યને,
નિજરૂપ કરે પરદ્રવ્યને, તે જરૂર મિથ્યાત્વી બને. ૩૨૬.
તેથી ‘ન મારું’ જાણી જીવ, પરદ્રવ્યમાં આ ઉભયની
કર્તૃત્વબુદ્ધિ જાણતો, જાણે સુદ્રષ્ટિરહિતની. ૩૨૭.
ગાથાર્થઃ[अविदितार्थाः] જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો
ववहारभासिदेण दु परदव्वं मम भणंति अविदिदत्था
जाणंति णिच्छएण दु ण य मह परमाणुमित्तमवि किंचि ।।३२४।।
जह को वि णरो जंपदि अम्हं गामविसयणयररट्ठं
ण य होंति तस्स ताणि दु भणदि य मोहेण सो अप्पा ।।३२५।।
एमेव मिच्छदिट्ठी णाणी णीसंसयं हवदि एसो
जो परदव्वं मम इदि जाणंतो अप्पयं कुणदि ।।३२६।।
तम्हा ण मे त्ति णच्चा दोण्ह वि एदाण कत्तविवसायं
परदव्वे जाणंतो जाणेज्जो दिट्ठिरहिदाणं ।।३२७।।
व्यवहारभाषितेन तु परद्रव्यं मम भणन्त्यविदितार्थाः
जानन्ति निश्चयेन तु न च मम परमाणुमात्रमपि किञ्चित् ।।३२४।।