કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૭૩
[व्यवहारभाषितेन तु] વ્યવહારનાં વચનોને ગ્રહીને [परद्रव्यं मम] ‘પરદ્રવ્ય મારું છે’ [भणन्ति] એમ
કહે છે, [तु] પરંતુ જ્ઞાનીઓ [निश्चयेन जानन्ति] નિશ્ચય વડે જાણે છે કે ‘[किञ्चित्] કોઈ
[परमाणुमात्रम् अपि] પરમાણુમાત્ર પણ [न च मम] મારું નથી’.
[यथा] જેવી રીતે [कः अपि नरः] કોઈ પુરુષ [अस्माकं ग्रामविषयनगरराष्ट्रम्] ‘અમારું
ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર’ [जल्पति] એમ કહે છે, [तु] પરંતુ [तानि]
તે [तस्य] તેનાં [न च भवन्ति] નથી, [मोहेन च] મોહથી [सः आत्मा] તે આત્મા [भणति] ‘મારાં’
કહે છે; [एवम् एव] તેવી જ રીતે [यः ज्ञानी] જે જ્ઞાની પણ [परद्रव्यं मम] ‘પરદ્રવ્ય મારું છે’
[इति जानन् ] એમ જાણતો થકો [आत्मानं करोति] પરદ્રવ્યને પોતારૂપ કરે છે, [एषः] તે
[निःसंशयं] નિઃસંદેહ અર્થાત્ ચોક્કસ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ [भवति] થાય છે.
[तस्मात्] માટે તત્ત્વજ્ઞો [न मे इति ज्ञात्वा] ‘પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, [एतेषां
द्वयेषाम् अपि] આ બન્નેનો ( – લોકનો અને શ્રમણનો – ) [परद्रव्ये] પરદ્રવ્યમાં [कर्तृव्यवसायं जानन्]
કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા, [जानीयात्] એમ જાણે છે કે [द्रष्टिरहितानाम्] આ વ્યવસાય
સમ્યગ્દર્શન રહિત પુરુષોનો છે.
ટીકાઃ — અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને
‘આ મારું છે’ એમ દેખે છે — માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા)
હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ ‘આ મારું છે’ એમ દેખતા નથી. તેથી, જેમ આ જગતમાં
કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ ‘આ ગામ મારું છે’ એમ
દેખતો – માનતો થકો મિથ્યાદ્રષ્ટિ ( – ખોટી દ્રષ્ટિવાળો) છે, તેમ જો જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે
यथा कोऽपि नरो जल्पति अस्माकं ग्रामविषयनगरराष्ट्रम् ।
न च भवन्ति तस्य तानि तु भणति च मोहेन स आत्मा ।।३२५।।
एवमेव मिथ्याद्रष्टिर्ज्ञानी निःसंशयं भवत्येषः ।
यः परद्रव्यं ममेति जानन्नात्मानं करोति ।।३२६।।
तस्मान्न मे इति ज्ञात्वा द्वयेषामप्येतेषां कर्तृव्यवसायम् ।
परद्रव्ये जानन् जानीयात् द्रष्टिरहितानाम् ।।३२७।।
अज्ञानिन एव व्यवहारविमूढाः परद्रव्यं ममेदमिति पश्यन्ति । ज्ञानिनस्तु निश्चयप्रतिबुद्धाः
परद्रव्यकणिकामात्रमपि न ममेदमिति पश्यन्ति । ततो यथात्र लोके कश्चिद् व्यवहारविमूढः
परकीयग्रामवासी ममायं ग्राम इति पश्यन् मिथ्याद्रष्टिः, तथा यदि ज्ञान्यपि कथञ्चिद्
60