Samaysar (Gujarati). Kalash: 201.

< Previous Page   Next Page >


Page 474 of 642
PDF/HTML Page 505 of 673

 

background image
૪૭૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે
અર્થાત્
ચોક્કસ, પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. માટે તત્ત્વને જાણનારો
પુરુષ ‘સઘળુંય પરદ્રવ્ય મારું નથી’ એમ જાણીને, ‘લોક અને શ્રમણબન્નેને જે આ
પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે’ એમ
સુનિશ્ચિતપણે જાણે છે.
ભાવાર્થઃજે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તેલૌકિક જન
હો કે મુનિજન હોમિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને ‘મારું’
માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[यतः] કારણ કે [इह] આ લોકમાં [एकस्य वस्तुनः अन्यतरेण सार्धं सकलः
अपि सम्बन्धः एव निषिद्धः] એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં
આવ્યો છે, [तत्] તેથી [वस्तुभेदे] જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં
[कर्तृकर्मघटना अस्ति न] કર્તાકર્મઘટના હોતી નથી[मुनयः च जनाः च] એમ મુનિજનો અને
લૌકિક જનો [तत्त्वम् अकर्तृ पश्यन्तु] તત્ત્વને (વસ્તુના યથાર્થ સ્વરૂપને) અકર્તા દેખો (કોઈ
કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છેએમ શ્રદ્ધામાં લાવો). ૨૦૧.
‘‘જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને
કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે.’’આવા અર્થનું, આગળની
ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ
व्यवहारविमूढो भूत्वा परद्रव्यं ममेदमिति पश्येत् तदा सोऽपि निस्संशयं परद्रव्यमात्मानं
कुर्वाणो मिथ्या
द्रष्टिरेव स्यात् अतस्तत्त्वं जानन् पुरुषः सर्वमेव परद्रव्यं न ममेति ज्ञात्वा
लोकश्रमणानां द्वयेषामपि योऽयं परद्रव्ये कर्तृव्यवसायः स तेषां सम्यग्दर्शनरहितत्वादेव भवति
इति सुनिश्चितं जानीयात्
(वसन्ततिलका)
एकस्य वस्तुन इहान्यतरेण सार्धं
सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः
तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे
पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम्
।।२०१।।