કહાનજૈનશાસ્ત્રમાળા ]
मज्ञानमग्नमहसो बत ते वराकाः ।
कर्ता स्वयं भवति चेतन एव नान्यः ।।२०२।।
શ્લોકાર્થઃ — (આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ) [बत] અરેરે! [ये तु इमम् स्वभाव- नियमं न कलयन्ति] જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી [ते वराकाः] તેઓ બિચારા, [अज्ञानमग्नमहसः] જેમનું (પુરુષાર્થરૂપ – પરાક્રમરૂપ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, [कर्म कुर्वन्ति] કર્મને કરે છે; [ततः एव हि] તેથી [भावकर्मकर्ता चेतनः एव स्वयं भवति] ભાવકર્મનો કર્તા ચેતન જ પોતે થાય છે, [अन्यः न] અન્ય કોઈ નહિ.
ભાવાર્થઃ — વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી પરદ્રવ્યનો કર્તા થતો અજ્ઞાની ( – મિથ્યાદ્રષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે, અન્ય નથી. ૨૦૨.
હવે, ‘(જીવને) જે મિથ્યાત્વભાવ થાય છે તેનો કર્તા કોણ છે?’ — એ વાતને બરાબર ચર્ચીને, ‘ભાવકર્મનો કર્તા (અજ્ઞાની) જીવ જ છે’ એમ યુક્તિથી સિદ્ધ કરે છેઃ —