૪૭૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
જો જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦.
જો નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત! – એ શું નહિ મિથ્યા ખરે? ૩૩૧.
ગાથાર્થઃ — [यदि] જો [मिथ्यात्वं प्रकृतिः] મિથ્યાત્વ નામની (મોહનીય કર્મની) પ્રકૃતિ
[आत्मानम्] આત્માને [मिथ्याद्रष्टिं] મિથ્યાદ્રષ્ટિ [करोति] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्]
તો [ते] તારા મતમાં [अचेतना प्रकृतिः] અચેતન પ્રકૃતિ [ननु कारका प्राप्ता] (મિથ્યાત્વભાવની)
કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!)
[अथवा] અથવા, [एषः जीवः] આ જીવ [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યના [मिथ्यात्वम्]
મિથ્યાત્વને [करोति] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [पुद्गलद्रव्यं मिथ्याद्रष्टिः] પુદ્ગલ-
દ્રવ્ય મિથ્યાદ્રષ્ટિ ઠરે! — [न पुनः जीवः] જીવ નહિ!
[अथ] અથવા જો [जीवः तथा प्रकृतिः] જીવ તેમ જ પ્રકૃતિ બન્ને [पुद्गलद्रव्यं]
अह जीवो पयडी तह पोग्गलदव्वं कुणंति मिच्छत्तं ।
तम्हा दोहिं कदं तं दोण्णि वि भुंजंति तस्स फलं ।।३३०।।
अह ण पयडी ण जीवो पोग्गलदव्वं करेदि मिच्छत्तं ।
तम्हा पोग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा ।।३३१।।
मिथ्यात्वं यदि प्रकृतिर्मिथ्याद्रष्टिं करोत्यात्मानम् ।
तस्मादचेतना ते प्रकृतिर्ननु कारका प्राप्ता ।।३२८।।
अथवैष जीवः पुद्गलद्रव्यस्य करोति मिथ्यात्वम् ।
तस्मात्पुद्गलद्रव्यं मिथ्याद्रष्टिर्न पुनर्जीवः ।।३२९।।
अथ जीवः प्रकृतिस्तथा पुद्गलद्रव्यं कुरुतः मिथ्यात्वम् ।
तस्मात् द्वाभ्यां कृतं तत् द्वावपि भुञ्जाते तस्य फलम् ।।३३०।।
अथ न प्रकृतिर्न जीवः पुद्गलद्रव्यं करोति मिथ्यात्वम् ।
तस्मात्पुद्गलद्रव्यं मिथ्यात्वं तत्तु न खलु मिथ्या ।।३३१।।