કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૭૭
પુદ્ગલદ્રવ્યને [मिथ्यात्वम्] મિથ્યાત્વભાવરૂપ [कुरुतः] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्]
તો [द्वाभ्यां कृतं तत्] જે બન્ને વડે કરવામાં આવ્યું [तस्य फलम्] તેનું ફળ [द्वौ अपि भुञ्जाते]
બન્ને ભોગવે!
[अथ] અથવા જો [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્યને [मिथ्यात्वम्] મિથ્યાત્વભાવરૂપ [न प्रकृतिः
करोति] નથી પ્રકૃતિ કરતી [न जीवः] કે નથી જીવ કરતો ( – બેમાંથી કોઈ કરતું નથી) એમ
માનવામાં આવે, [तस्मात्] તો [पुद्गलद्रव्यं मिथ्यात्वम्] પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ
ઠરે! [तत् तु न खलु मिथ्या] તે શું ખરેખર મિથ્યા નથી?
(આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો – ભાવકર્મનો – કર્તા જીવ જ છે.)
ટીકાઃ — જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ)
અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને ( – ભાવકર્મને) અચેતનપણાનો પ્રસંગ આવે. જીવ પોતાના
જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મને
કરે તો પુદ્ગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ
ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો જીવની માફક અચેતન
પ્રકૃતિને પણ તેનું ( – ભાવકર્મનું) ફળ ભોગવવાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને
મિથ્યાત્વાદિ ભાવકર્મના અકર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને અકર્તા હોય તો
સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે. માટે એમ સિદ્ધ થયું કે — જીવ
કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે (અર્થાત્ જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે
અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે).
ભાવાર્થઃ — ભાવકર્મનો કર્તા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં
એમ જાણવું કે — પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ તેથી જે ચેતનના
ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો
છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે. એ
जीव एव मिथ्यात्वादिभावकर्मणः कर्ता, तस्याचेतनप्रकृतिकार्यत्वेऽचेतनत्वानुषङ्गात् ।
स्वस्यैव जीवो मिथ्यात्वादिभावकर्मणः कर्ता, जीवेन पुद्गलद्रव्यस्य मिथ्यात्वादिभावकर्मणि क्रियमाणे
पुद्गलद्रव्यस्य चेतनानुषङ्गात् । न च जीवः प्रकृतिश्च मिथ्यात्वादिभावकर्मणो द्वौ कर्तारौ, जीववद-
चेतनायाः प्रकृतेरपि तत्फलभोगानुषङ्गात् । न च जीवः प्रकृतिश्च मिथ्यात्वादिभावकर्मणो
द्वावप्यकर्तारौ, स्वभावत एव पुद्गलद्रव्यस्य मिथ्यात्वादिभावानुषङ्गात् । ततो जीवः कर्ता, स्वस्य
कर्म कार्यमिति सिद्धम् ।