Samaysar (Gujarati). Kalash: 203.

< Previous Page   Next Page >


Page 478 of 642
PDF/HTML Page 509 of 673

 

background image
૪૭૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા
ચેતન જ હોય
એ પરમાર્થ છે. અભેદદ્રષ્ટિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે
તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-
પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદ્રષ્ટિમાં
તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે
ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[कर्म कार्यत्वात् अकृतं न] કર્મ (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે
તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ. [च] વળી [तत् जीव-प्रकृत्योः द्वयोः
कृतिः न] તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, [अज्ञायाः प्रकृतेः
स्व-कार्य-फल-भुग्-भाव-अनुषङ्गात्] કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી
પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. [एकस्याः प्रकृतेः न] વળી તે
(ભાવકર્મ) એક પ્રકૃતિની કૃતિ (એકલી પ્રકૃતિનું કાર્ય) પણ નથી, [अचित्त्वलसनात्] કારણ
કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે (અર્થાત્ પ્રકૃતિ તો અચેતન છે અને ભાવકર્મ ચેતન
છે). [ततः] માટે [अस्य कर्ता जीवः] તે ભાવકર્મનો કર્તા જીવ જ છે [च] અને [चिद्-अनुगं]
ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ (ચેતનના પરિણામરૂપ) એવું [तत्]
તે ભાવકર્મ [जीवस्य एव कर्म] જીવનું જ કર્મ છે, [यत्] કારણ કે [पुद्गलः ज्ञाता न] પુદ્ગલ
તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ).
ભાવાર્થઃચેતનકર્મ ચેતનને જ હોય; પુદ્ગલ જડ છે, તેને ચેતનકર્મ કેમ
હોય? ૨૦૩.
હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને
સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે
છેઃ
(शार्दूलविक्रीडित)
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो-
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्कृतिः
नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः
।।२०३।।