Samaysar (Gujarati). Kalash: 204 Gatha: 332.

< Previous Page   Next Page >


Page 479 of 642
PDF/HTML Page 510 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૭૯
(शार्दूलविक्रीडित)
कर्मैव प्रवितर्क्य ट्रकर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां
कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता
तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये
स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते
।।२०४।।
कम्मेहि दु अण्णाणी किज्जदि णाणी तहेव कम्मेहिं
कम्मेहि सुवाविज्जदि जग्गाविज्जदि तहेव कम्मेहिं ।।३३२।।

શ્લોકાર્થઃ[कैश्चित् हतकैः] કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) [कर्म एव कर्तृ प्रवितर्क्य] કર્મને જ કર્તા વિચારીને [आत्मनः कर्तृतां क्षिप्त्वा] આત્માના કર્તાપણાને ઉડાડીને, ‘[एषः आत्मा कथञ्चित् क र्ता] આ આત્મા કથંચિત્ કર્તા છે’ [इति अचलिता श्रुतिः कोपिता] એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે (નિર્બાધ જિનવાણીની વિરાધના કરે છે); [उद्धत-मोह-मुद्रित-धियां तेषाम् बोधस्य संशुद्धये] તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે [वस्तुस्थितिः स्तूयते] (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે[स्याद्वाद-प्रतिबन्ध-लब्ध-विजया] કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત્ જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે).

ભાવાર્થઃકોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે. આત્માને અકર્તા જ કહેનારા એકાન્તવાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બિડાઈ ગયેલી છે; તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્યભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે. ૨૦૪.

‘આત્મા સર્વથા અકર્તા નથી, કથંચિત્ કર્તા પણ છે’ એવા અર્થની ગાથાઓ હવે કહે છેઃ

‘‘કર્મો કરે અજ્ઞાની તેમ જ જ્ઞાની પણ કર્મો કરે,
કર્મો સુવાડે તેમ વળી કર્મો જગાડે જીવને; ૩૩૨.