૪૮૨
ગાથાર્થઃ — ‘‘[कर्मभिः तु ] કર્મો [अज्ञानी क्रियते] (જીવને) અજ્ઞાની કરે છે [तथा एव] તેમ જ [कर्मभिः ज्ञानी] કર્મો (જીવને) જ્ઞાની કરે છે, [कर्मभिः स्वाप्यते] કર્મો સુવાડે છે [तथा एव] તેમ જ [कर्मभिः जागर्यते] કર્મો જગાડે છે, [कर्मभिः सुखी क्रियते] કર્મો સુખી કરે છે [तथा एव] તેમ જ [कर्मभिः दुःखी क्रियते] કર્મો દુઃખી કરે છે, [कर्मभिः च मिथ्यात्वं नीयते] કર્મો મિથ્યાત્વ પમાડે છે [च एव] તેમ જ [असंयमं नीयते] કર્મો અસંયમ પમાડે છે, [कर्मभिः] કર્મો [उर्ध्वम् अधः च अपि तिर्यग्लोकं च] ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યગ્લોકમાં [भ्राम्यते] ભમાવે છે, [यत्किञ्चित् यावत् शुभाशुभं] જે કાંઈ પણ જેટલું શુભ અશુભ છે તે બધું [कर्मभिः च एव क्रियते] કર્મો જ કરે છે. [यस्मात्] જેથી [कर्म करोति] કર્મ કરે છે, [कर्म ददाति] કર્મ આપે છે, [हरति] કર્મ હરી લે છે — [इति यत्किञ्चित्] એમ જે કાંઈ પણ કરે છે તે કર્મ જ કરે છે, [तस्मात् तु] તેથી [सर्वजीवाः] સર્વ જીવો [अकारकाः आपन्नाः भवन्ति] અકારક (અકર્તા) ઠરે છે.
વળી, [पुरुषः] પુરુષવેદકર્મ [स्त्र्यभिलाषी] સ્ત્રીનું અભિલાષી છે [च] અને [स्त्रीकर्म] સ્ત્રીવેદકર્મ [पुरुषम् अभिलषति] પુરુષની અભિલાષા કરે છે — [एषा आचार्यपरम्परागता ईद्रशी तु श्रुतिः] એવી આ આચાર્યની પરંપરાથી ઊતરી આવેલી શ્રુતિ છે; [तस्मात्] માટે [अस्माकम् उपदेशे तु] અમારા ઉપદેશમાં [कः अपि जीवः] કોઈ પણ જીવ [अब्रह्मचारी न] અબ્રહ્મચારી