કહાનજૈનશાસ્ત્રમાળા ]
નથી, [यस्मात्] કારણ કે [कर्म च एव हि] કર્મ જ [कर्म अभिलषति] કર્મની અભિલાષા કરે છે [इति भणितम्] એમ કહ્યું છે.
વળી, [यस्मात् परं हन्ति] જે પરને હણે છે [च] અને [परेण हन्यते] જે પરથી હણાય છે [सा प्रकृतिः] તે પ્રકૃતિ છે — [एतेन अर्थेन किल] એ અર્થમાં [परघातनाम इति भण्यते] પરઘાતનામકર્મ કહેવામાં આવે છે, [तस्मात्] તેથી [अस्माकम् उपदेशे] અમારા ઉપદેશમાં [कः अपि जीवः] કોઈ પણ જીવ [उपघातकः न अस्ति] ઉપઘાતક (હણનાર) નથી [यस्मात्] કારણ કે [कर्म च एव हि] કર્મ જ [कर्म हन्ति] કર્મને હણે છે [इति भणितम्] એમ કહ્યું છે.’’
(આચાર્યભગવાન કહે છે કેઃ — ) [एवं तु] આ પ્રમાણે [ईद्रशं साङ्खयोपदेशं] આવો સાંખ્યમતનો ઉપદેશ [ये श्रमणाः] જે શ્રમણો (જૈન મુનિઓ) [प्ररूपयन्ति] પ્રરૂપે છે [तेषां] તેમના મતમાં [प्रकृतिः करोति] પ્રકૃતિ જ કરે છે [आत्मानः च सर्वे] અને આત્માઓ તો સર્વે [अकारकाः] અકારક છે એમ ઠરે છે!
[अथवा] અથવા (કર્તાપણાનો પક્ષ સાધવાને) [मन्यसे] જો તું એમ માને કે ‘[मम आत्मा] મારો આત્મા [आत्मनः] પોતાના [आत्मानम्] (દ્રવ્યરૂપ) આત્માને [करोति] કરે છે’, [एतत् जानतः तव] તો એવું જાણનારનો તારો [एषः मिथ्यास्वभावः] એ મિથ્યાસ્વભાવ છે (અર્થાત્ એમ જાણવું તે તારો મિથ્યાસ્વભાવ છે); [यद्] કારણ કે — [समये] સિદ્ધાંતમાં [आत्मा] આત્માને [नित्यः] નિત્ય, [असङ्खयेयप्रदेशः] અસંખ્યાત-પ્રદેશી [दर्शितः तु] બતાવ્યો છે, [ततः] તેનાથી [सः] તેને [हीनः अधिकः च] હીન-અધિક [कर्तुं न अपि शक्यते] કરી શકાતો નથી; [विस्तरतः] વળી