जो सुदणाणं सव्वं जाणदि सुदकेवलिं तमाहु जिणा ।
णाणं अप्पा सव्वं जम्हा सुदकेवली तम्हा ।।१०।। जुम्मं ।।
यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम् ।
तं श्रुतकेवलिनमृषयो भणन्ति लोकप्रदीपकराः ।।९।।
यः श्रुतज्ञानं सर्वं जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः ।
ज्ञानमात्मा सर्वं यस्माच्छ्रुतकेवली तस्मात् ।।१०।। युग्मम् ।
यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति तावत्परमार्थो; यः श्रुतज्ञानं सर्वं
जानाति स श्रुतकेवलीति तु व्यवहारः । तदत्र सर्वमेव तावत् ज्ञानं निरूप्यमाणं किमात्मा
किमनात्मा ? न तावदनात्मा, समस्तस्याप्यनात्मनश्चेतनेतरपदार्थपञ्चतयस्य ज्ञानतादात्म्यानुपपत्तेः ।
ततो गत्यन्तराभावात् ज्ञानमात्मेत्यायाति । अतः श्रुतज्ञानमप्यात्मैव स्यात् । एवं सति यः
શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણતો આ આત્મને,
લોકપ્રદીપકરા ૠષિ શ્રુતકેવળી તેને કહે. ૯.
શ્રુતજ્ઞાન સૌ જાણે, જિનો શ્રુતકેવળી તેને કહે;
સૌ જ્ઞાન આત્મા હોઈને શ્રુતકેવળી તેથી ઠરે. ૧૦.
ગાથાર્થઃ — [यः] જે જીવ [हि] નિશ્ચયથી [श्रुतेन तु] શ્રુતજ્ઞાન વડે [इमं] આ
અનુભવગોચર [केवलं शुद्धम्] કેવળ એક શુદ્ધ [आत्मानम्] આત્માને [अभिगच्छति] સન્મુખ થઈ
જાણે છે [तं] તેને [लोकप्रदीपकराः] લોકને પ્રગટ જાણનારા [ऋषयः] ૠષીશ્વરો [श्रुतकेवलिनम्]
શ્રુતકેવળી [भणन्ति] કહે છે; [यः] જે જીવ [सर्वं] સર્વ [श्रुतज्ञानं] શ્રુતજ્ઞાનને [जानाति] જાણે છે
[तम्] તેને [जिनाः] જિનદેવો [श्रुतकेवलिनं] શ્રુતકેવળી [आहुः] કહે છે, [यस्मात्] કારણ કે [ज्ञानम्
सर्वं] જ્ઞાન બધું [आत्मा] આત્મા જ છે [तस्मात्] તેથી [श्रुतकेवली] (તે જીવ) શ્રુતકેવળી છે.
ટીકાઃ — પ્રથમ, ‘‘જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’’ તે તો
પરમાર્થ છે; અને ‘‘જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે’’ તે વ્યવહાર છે. અહીં બે
પક્ષ લઈ પરીક્ષા કરીએ છીએઃ — ઉપર કહેલું સર્વ જ્ઞાન આત્મા છે કે અનાત્મા? જો
અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે સમસ્ત જે જડરૂપ અનાત્મા
આકાશાદિ પાંચ દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું જ નથી (કેમ કે તેમનામાં જ્ઞાન
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૨૧