૨૨
आत्मानं जानाति स श्रुतकेवलीत्यायाति, स तु परमार्थ एव । एवं ज्ञानज्ञानिनोर्भेदेन व्यपदिशता व्यवहारेणापि परमार्थमात्रमेव प्रतिपाद्यते, न किञ्चिदप्यतिरिक्तम् । अथ च यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति परमार्थस्य प्रतिपादयितुमशक्यत्वाद्यः श्रुतज्ञानं सर्वं जानाति स श्रुतकेवलीति व्यवहारः परमार्थप्रतिपादकत्वेनात्मानं प्रतिष्ठापयति ।
સિદ્ધ જ નથી). તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી જ્ઞાન આત્મા જ છે એ પક્ષ સિદ્ધ થાય છે. માટે શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. આમ થવાથી ‘જે આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’ એમ જ આવે છે; અને તે તો પરમાર્થ જ છે. આ રીતે જ્ઞાન અને જ્ઞાનીના ભેદથી કહેનારો જે વ્યવહાર તેનાથી પણ પરમાર્થમાત્ર જ કહેવામાં આવે છે. તેનાથી ભિન્ન અધિક કાંઈ કહેવામાં આવતું નથી. વળી ‘‘જે શ્રુતથી કેવળ શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’’ એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય હોવાથી, ‘‘જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે’’ એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાથી પોતાને દ્રઢપણે સ્થાપિત કરે છે.
ભાવાર્થઃ — જે શ્રુતથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જ જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો. અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય તો કથંચિત્ વચનગોચર પણ નથી તેથી વ્યવહારનય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું.
હવે વળી એવો પ્રશ્ન ઊઠે છે કે — પહેલાં એમ કહ્યું હતું કે વ્યવહારને અંગીકાર ન કરવો, પણ જો તે પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ —