व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः ।
भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्भवति जीवः ।।११।।
व्यवहारनयो हि सर्व एवाभूतार्थत्वादभूतमर्थं प्रद्योतयति, शुद्धनय एक एव
भूतार्थत्वात् भूतमर्थं प्रद्योतयति । तथाहि — यथा प्रबलपङ्कसंवलनतिरोहितसहजैकाच्छभावस्य
पयसोऽनुभवितारः पुरुषाः पङ्कपयसोर्विवेकमकुर्वन्तो बहवोऽनच्छमेव तदनुभवन्ति; केचित्तु
स्वकरविकीर्णक तकनिपातमात्रोपजनितपङ्कपयोविवेकतया स्वपुरुषकाराविर्भावितसहजैकाच्छभावत्वाद-
च्छमेव तदनुभवन्ति; तथा प्रबलकर्मसंवलनतिरोहितसहजैकज्ञायकभावस्यात्मनोऽनुभवितारः पुरुषा
आत्मकर्मणोर्विवेकमकुर्वन्तो व्यवहारविमोहितहृदयाः प्रद्योतमानभाववैश्वरूप्यं तमनुभवन्ति; भूतार्थ-
दर्शिनस्तु स्वमतिनिपातितशुद्धनयानुबोधमात्रोपजनितात्मकर्मविवेकतया स्वपुरुषकाराविर्भावित-
ગાથાર્થઃ — [व्यवहारः] વ્યવહારનય [अभूतार्थः] અભૂતાર્થ છે [तु] અને [शुद्धनयः]
શુદ્ધનય [भूतार्थः] ભૂતાર્થ છે એમ [दर्शितः] ૠષીશ્વરોએ દર્શાવ્યું છે; [जीवः] જે જીવ [भूतार्थं]
ભૂતાર્થનો [आश्रितः] આશ્રય કરે છે તે જીવ [खलु] નિશ્ચયથી [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ
[भवति] છે.
ટીકાઃ — વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને
પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી વિદ્યમાન, સત્ય, ભૂત અર્થને પ્રગટ કરે
છે. આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએઃ — જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક
નિર્મળભાવ તિરોભૂત (આચ્છાદિત) થઈ ગયો છે એવા જળનો અનુભવ કરનાર પુરુષો —
જળ અને કાદવનો વિવેક નહિ કરનારા ઘણા તો, તેને (જળને) મલિન જ અનુભવે છે;
પણ કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ(નિર્મળી ઔષધિ)ના પડવામાત્રથી ઊપજેલા
જળ-કાદવના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક
નિર્મળભાવપણાને લીધે, તેને (જળને) નિર્મળ જ અનુભવે છે; એવી રીતે પ્રબળ કર્મના
મળવાથી જેનો સહજ એક જ્ઞાયકભાવ તિરોભૂત થઈ ગયો છે એવા આત્માનો અનુભવ
કરનાર પુરુષો — આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત
હૃદયવાળાઓ તો, તેને (આત્માને) જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) પ્રગટ છે એવો
અનુભવે છે; પણ ભૂતાર્થદર્શીઓ (શુદ્ધનયને દેખનારાઓ) પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય
અનુસાર બોધ થવામાત્રથી ઊપજેલા આત્મ-કર્મના વિવેકપણાથી, પોતાના પુરુષાર્થ દ્વારા
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૨૩