૪૯૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
वृत्त्यंशभेदतोऽत्यन्तं वृत्तिमन्नाशकल्पनात् ।
अन्यः करोति भुंक्तेऽन्य इत्येकान्तश्चकास्तु मा ।।२०७।।
एव स्वयम्] આ ચૈતન્યચમત્કાર જ પોતે [नित्य-अमृत-ओघैः] નિત્યતારૂપ અમૃતના ઓઘ
( – સમૂહો) વડે [अभिषिञ्चन्] અભિસિંચન કરતો થકો, [अपहरति] દૂર કરે છે.
ભાવાર્થઃ — ક્ષણિકવાદી કર્તા-ભોક્તામાં ભેદ માને છે, અર્થાત્ પહેલી ક્ષણે જે આત્મા
હતો તે બીજી ક્ષણે નથી — એમ માને છે. આચાર્યદેવ કહે છે કે — અમે તેને શું સમજાવીએ?
આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે — કે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે. પહેલી ક્ષણે
જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે ‘હું પહેલાં હતો તે જ છું’; આવું સ્મરણપૂર્વક
પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. અહીં બૌદ્ધમતી કહે છે કે — ‘જે પહેલી ક્ષણે હતો
તે જ હું બીજી ક્ષણે છું’ એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે; એ ભ્રમ મટે ત્યારે
તત્ત્વ સિદ્ધ થાય, સમસ્ત ક્લેશ મટે. તેનો ઉત્તર આપવામાં આવે છે કે — ‘‘હે બૌદ્ધ! તું આ
જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી
તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી
દલીલ પૂરી થતાં સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે?
જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો
નથી; તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું?* આમ અનેક રીતે વિચારી જોતાં તને જણાશે
કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી. માટે એમ સમજવું
કે — આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બન્ને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી;
અમે (જૈનો) કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે’’. ૨૦૬.
ફરી, ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [वृत्ति-अंश-भेदतः] વૃત્ત્યંશોના અર્થાત્ પર્યાયોના ભેદને લીધે [अत्यन्तं
वृत्तिमत्-नाश-कल्पनात्] ‘વૃત્તિમાન અર્થાત્ દ્રવ્ય અત્યંત (સર્વથા) નાશ પામે છે’ એવી કલ્પના
દ્વારા [अन्यः करोति] ‘અન્ય કરે છે અને [अन्यः भुंक्ते] અન્ય ભોગવે છે’ [इति एकान्तः मा
चकास्तु] એવો એકાંત ન પ્રકાશો.
* જો એમ કહેવામાં આવે કે ‘આત્મા તો નાશ પામે છે પણ તે સંસ્કાર મૂકતો જાય છે’ તો તે પણ યથાર્થ
નથી; આત્મા નાશ પામે તો આધાર વિના સંસ્કાર કેમ રહી શકે? વળી કદાપિ એક આત્મા સંસ્કાર મૂકતો
જાય, તોપણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય એવો નિયમ ન્યાયસંગત નથી.