કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૯૧
केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो ।
जम्हा तम्हा कुव्वदि सो वा अण्णो व णेयंतो ।।३४५।।
केहिंचि दु पज्जएहिं विणस्सए णेव केहिंचि दु जीवो ।
जम्हा तम्हा वेददि सो वा अण्णो व णेयंतो ।।३४६।।
जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो ।
सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ।।३४७।।
अण्णो करेदि अण्णो परिभुंजदि जस्स एस सिद्धंतो ।
सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ।।३४८।।
कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः ।
यस्मात्तस्मात्करोति स वा अन्यो वा नैकान्तः ।।३४५।।
ભાવાર્થઃ — દ્રવ્યની અવસ્થાઓ ક્ષણે ક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને
છે કે ‘દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે’. આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન
પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી
શૂન્યનો પ્રસંગ આવે છે. ૨૦૭.
હવે ગાથાઓમાં અનેકાંતને પ્રગટ કરીને ક્ષણિકવાદને સ્પષ્ટ રીતે નિષેધે છેઃ —
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે,
તેથી કરે છે તે જ કે બીજો — નહીં એકાંત છે. ૩૪૫.
પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે,
જીવ તેથી વેદે તે જ કે બીજો — નહીં એકાંત છે. ૩૪૬.
જીવ જે કરે તે ભોગવે નહિ — જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૭.
જીવ અન્ય કરતો, અન્ય વેદે — જેહનો સિદ્ધાંત એ,
તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, અર્હંતના મતનો નથી. ૩૪૮.
ગાથાર્થઃ — [यस्मात्] કારણ કે [जीवः] જીવ [कैश्चित् पर्यायैः तु] કેટલાક પર્યાયોથી