Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 492 of 642
PDF/HTML Page 523 of 673

 

background image
૪૯૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
कैश्चित्तु पर्यायैर्विनश्यति नैव कैश्चित्तु जीवः
यस्मात्तस्माद्वेदयते स वा अन्यो वा नैकान्तः ।।३४६।।
यश्चैव करोति स चैव न वेदयते यस्य एष सिद्धान्तः
स जीवो ज्ञातव्यो मिथ्याद्रष्टिरनार्हतः ।।३४७।।
अन्यः करोत्यन्यः परिभुंक्ते यस्य एष सिद्धान्तः
स जीवो ज्ञातव्यो मिथ्याद्रष्टिरनार्हतः ।।३४८।।
यतो हि प्रतिसमयं सम्भवदगुरुलघुगुणपरिणामद्वारेण क्षणिकत्वादचलितचैतन्यान्वय-
गुणद्वारेण नित्यत्वाच्च जीवः कैश्चित्पर्यायैर्विनश्यति, कैश्चित्तु न विनश्यतीति द्विस्वभावो
जीवस्वभावः
ततो य एव करोति स एवान्यो वा वेदयते, य एव वेदयते, स एवान्यो वा
[विनश्यति] નાશ પામે છે [तु] અને [कैश्चित्] કેટલાક પર્યાયોથી [न एव] નથી નાશ પામતો,
[तस्मात्] તેથી [सः वा करोति] ‘(જે ભોગવે છે) તે જ કરે છે’ [अन्यः वा] અથવા ‘બીજો
જ કરે છે’ [न एकान्तः] એવો એકાંત નથી (સ્યાદ્વાદ છે).
[यस्मात्] કારણ કે [जीवः] જીવ [कैश्चित् पर्यायैः तु] કેટલાક પર્યાયોથી [विनश्यति] નાશ
પામે છે [तु] અને [कैश्चित्] કેટલાક પર્યાયોથી [न एव] નથી નાશ પામતો, [तस्मात्] તેથી
[सः वा वेदयते] ‘(જે કરે છે) તે જ ભોગવે છે’ [अन्यः वा] અથવા ‘બીજો જ ભોગવે છે’
[न एकान्तः] એવો એકાંત નથી (સ્યાદ્વાદ છે).
[यः च एव करोति] જે કરે છે [सः च एव न वेदयते] તે જ નથી ભોગવતો’ [एषः
यस्य सिद्धान्तः] એવો જેનો સિદ્ધાંત છે, [सः जीवः] તે જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ, [अनार्हतः]
અનાર્હત (અર્હત્ના મતને નહિ માનનારો) [ज्ञातव्यः] જાણવો.
[अन्यः करोति] બીજો કરે છે [अन्यः परिभुंक्ते] અને બીજો ભોગવે છે’ [एषः यस्य
सिद्धान्तः] એવો જેનો સિદ્ધાંત છે, [सः जीवः] તે જીવ [मिथ्याद्रष्टिः] મિથ્યાદ્રષ્ટિ, [अनार्हतः]
અનાર્હત (અજૈન) [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃજીવ, પ્રતિસમયે સંભવતા (દરેક સમયે થતા) અગુરુલઘુગુણના પરિણામ
દ્વારા ક્ષણિક હોવાથી અને અચલિત ચૈતન્યના અન્વયરૂપ ગુણ દ્વારા નિત્ય હોવાથી, કેટલાક
પર્યાયોથી વિનાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી વિનાશ પામતો
એમ બે સ્વભાવવાળો
જીવસ્વભાવ છે; તેથી ‘જે કરે છે તે જ ભોગવે છે’ અથવા ‘બીજો જ ભોગવે છે’, ‘જે ભોગવે