Samaysar (Gujarati). Kalash: 209-210.

< Previous Page   Next Page >


Page 495 of 642
PDF/HTML Page 526 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૯૫
(शार्दूलविक्रीडित)
कर्तृर्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोऽपि वा
कर्ता वेदयिता च मा भवतु वा वस्त्वेव सञ्चिन्त्यताम्
प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भेत्तुं न शक्या क्वचि-
च्चिच्चिन्तामणिमालिकेयमभितोऽप्येका चकास्त्वेव नः
।।२०९।।
(रथोद्धता)
व्यावहारिकद्रशैव केवलं
कर्तृ कर्म च विभिन्नमिष्यते
निश्चयेन यदि वस्तु चिन्त्यते
कर्तृ कर्म च सदैकमिष्यते
।।२१०।।
શ્લોકાર્થઃ[कर्तुः च वेदयितुः युक्तिवशतः भेदः अस्तु वा अभेदः अपि] કર્તાનો અને
ભોક્તાનો યુક્તિના વશે ભેદ હો અથવા અભેદ હો, [वा कर्ता च वेदयिता मा भवतु] અથવા
કર્તા અને ભોક્તા બન્ને ન હો; [वस्तु एव सञ्चिन्त्यताम्] વસ્તુને જ અનુભવો. [निपुणैः सूत्रे
इव इह आत्मनि प्रोता चित्-चिन्तामणि-मालिका क्वचित् भेत्तुं न शक्या] જેમ ચતુર પુરુષોએ દોરામાં
પરોવેલી મણિઓની માળા ભેદી શકાતી નથી, તેમ આત્મામાં પરોવેલી ચૈતન્યરૂપ ચિંતામણિની
માળા પણ કદી કોઈથી ભેદી શકાતી નથી;
[इयम् एका] એવી આ આત્મારૂપી માળા એક
જ, [नः अभितः अपि चकास्तु एव] અમને સમસ્તપણે પ્રકાશમાન હો (અર્થાત્ નિત્યત્વ,
અનિત્યત્વ આદિના વિકલ્પો છૂટી આત્માનો નિર્વિકલ્પ અનુભવ અમને હો).
ભાવાર્થઃઆત્મા વસ્તુ હોવાથી દ્રવ્યપર્યાયાત્મક છે; તેથી તેમાં ચૈતન્યના
પરિણમનરૂપ પર્યાયના ભેદોની અપેક્ષાએ તો કર્તા-ભોક્તાનો ભેદ છે અને ચિન્માત્ર દ્રવ્યની
અપેક્ષાએ ભેદ નથી; એમ ભેદ-અભેદ હો. અથવા ચિન્માત્ર અનુભવનમાં ભેદ-અભેદ શા માટે
કહેવો? (આત્માને) કર્તા-ભોક્તા જ ન કહેવો, વસ્તુમાત્ર અનુભવ કરવો. જેમ મણિઓની
માળામાં મણિઓની અને દોરાની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ માળામાત્ર ગ્રહણ કરતાં
ભેદાભેદ-વિકલ્પ નથી, તેમ આત્મામાં પર્યાયોની અને દ્રવ્યની વિવક્ષાથી ભેદ-અભેદ છે પરંતુ
આત્મવસ્તુમાત્ર અનુભવ કરતાં વિકલ્પ નથી. આચાર્ય મહારાજ કહે છે કે
એવો નિર્વિકલ્પ
આત્માનો અનુભવ અમને પ્રકાશમાન હો. ૨૦૯.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[केवलं व्यावहारिकद्रशा एव कर्तृ च कर्म विभिन्नम् इष्यते] કેવળ વ્યાવહારિક
દ્રષ્ટિથી જ કર્તા અને કર્મ ભિન્ન ગણવામાં આવે છે; [निश्चयेन यदि वस्तु चिन्त्यते] નિશ્ચયથી