કહાનજૈનશાસ્ત્રમાળા ]
ગાથાર્થઃ — [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી ( – સોની આદિ કારીગર) [कर्म] કુંડળ આદિ કર્મ [करोति] કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (તે-મય, કુંડળાદિમય) થતો નથી, [तथा] તેમ [जीवः अपि च] જીવ પણ [कर्म] પુણ્યપાપ આદિ પુદ્ગલકર્મ [करोति] કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (પુદ્ગલકર્મમય) થતો નથી. [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [करणैः] હથોડા આદિ કરણો વડે [करोति] (કર્મ) કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (હથોડા આદિ કરણોમય) થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [करणैः] (મન-વચન-કાયરૂપ) કરણો વડે [करोति] (કર્મ) કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (મન-વચન-કાયરૂપ કરણોમય) થતો નથી. [यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [करणानि] કરણોને [गृह्णाति] ગ્રહણ કરે છે [सः तु] પરંતુ તે [तन्मयः न भवति] તન્મય થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [करणानि तु] કરણોને [गृह्णाति] ગ્રહણ કરે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય