Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 498 of 642
PDF/HTML Page 529 of 673

 

૪૯૮

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
यथा शिल्पी तु कर्मफलं भुंक्ते न च स तु तन्मयो भवति
तथा जीवः कर्मफलं भुंक्ते न च तन्मयो भवति ।।३५२।।
एवं व्यवहारस्य तु वक्तव्यं दर्शनं समासेन
शृणु निश्चयस्य वचनं परिणामकृतं तु यद्भवति ।।३५३।।
यथा शिल्पिकस्तु चेष्टां करोति भवति च तथानन्यस्तस्याः
तथा जीवोऽपि च कर्म करोति भवति चानन्यस्तस्मात् ।।३५४।।
यथा चेष्टां कुर्वाणस्तु शिल्पिको नित्यदुःखितो भवति
तस्माच्च स्यादनन्यस्तथा चेष्टमानो दुःखी जीवः ।।३५५।।

यथा खलु शिल्पी सुवर्णकारादिः कुण्डलादिपरद्रव्यपरिणामात्मकं कर्म करोति, (કરણોમય) થતો નથી. [यथा] જેમ [शिल्पी तु] શિલ્પી [कर्मफलं] કુંડળ આદિ કર્મના ફળને (ખાનપાન આદિને) [भुंक्ते] ભોગવે છે [सः तु] પરંતુ તે [तन्मयः न च भवति] તન્મય (ખાનપાનાદિમય) થતો નથી, [तथा] તેમ [जीवः] જીવ [कर्मफलं] પુણ્યપાપાદિ પુદ્ગલકર્મના ફળને (પુદ્ગલપરિણામરૂપ સુખદુઃખાદિને) [भुंक्ते] ભોગવે છે [न च तन्मयः भवति] પરંતુ તન્મય (પુદ્ગલપરિણામરૂપ સુખદુઃખાદિમય) થતો નથી.

[एवं तु] એ રીતે તો [व्यवहारस्य दर्शनं] વ્યવહારનો મત [समासेन] સંક્ષેપથી [वक्तव्यम्] કહેવાયોગ્ય છે. [निश्चयस्य वचनं] (હવે) નિશ્ચયનું વચન [शृणु] સાંભળ [यत्] કે જે [परिणामकृतं तु भवति] પરિણામવિષયક છે.

[यथा] જેમ [शिल्पिकः तु] શિલ્પી [चेष्टां करोति] ચેષ્ટારૂપ કર્મને (પોતાના પરિણામરૂપ કર્મને) કરે છે [तथा च] અને [तस्याः अनन्यः भवति] તેનાથી અનન્ય છે, [तथा] તેમ [जीवः अपि च] જીવ પણ [क र्म क रोति] (પોતાના પરિણામરૂપ) કર્મને કરે છે [च] અને [तस्मात् अनन्यः भवति] તેનાથી અનન્ય છે. [यथा] જેમ [चेष्टां कुर्वाणः] ચેષ્ટારૂપ કર્મ કરતો [शिल्पिकः तु] શિલ્પી [नित्यदुःखितः भवति] નિત્ય દુઃખી થાય છે [तस्मात् च] અને તેનાથી (દુઃખથી) [अनन्यः स्यात्] અનન્ય છે, [तथा] તેમ [चेष्टमानः] ચેષ્ટા કરતો (પોતાના પરિણામરૂપ કર્મને કરતો) [जीवः] જીવ [दुःखी] દુઃખી થાય છે (અને દુઃખથી અનન્ય છે).

ટીકાઃજેવી રીતેશિલ્પી અર્થાત્ સોની આદિ કારીગર કુંડળ આદિ જે પરદ્રવ્ય- પરિણામાત્મક (પરદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્ય-