Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 499 of 642
PDF/HTML Page 530 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૯૯
हस्तकुट्टकादिभिः परद्रव्यपरिणामात्मकैः करणैः करोति, हस्तकुट्टकादीनि परद्रव्यपरिणामात्मकानि
करणानि गृह्णाति, ग्रामादिपरद्रव्यपरिणामात्मकं कुण्डलादिकर्मफलं भुंक्ते च, न त्वनेकद्रव्यत्वेन
ततोऽन्यत्वे सति तन्मयो भवति; ततो निमित्तनैमित्तिकभावमात्रेणैव तत्र कर्तृकर्मभोक्तृ-
भोग्यत्वव्यवहारः
तथात्मापि पुण्यपापादिपुद्गलद्रव्यपरिणामात्मकं कर्म करोति, कायवाङ्मनोभिः
पुद्गलद्रव्यपरिणामात्मकैः करणैः करोति, कायवाङ्मनांसि पुद्गलद्रव्यपरिणामात्मकानि करणानि
गृह्णाति, सुखदुःखादिपुद्गलद्रव्यपरिणामात्मकं पुण्यपापादिकर्मफलं भुंक्ते च, न त्वनेकद्रव्यत्वेन
ततोऽन्यत्वे सति तन्मयो भवति; ततो निमित्तनैमित्तिकभावमात्रेणैव तत्र
कर्तृकर्मभोक्तृभोग्यत्वव्यवहारः
यथा च स एव शिल्पी चिकीर्षुश्चेष्टारूपमात्मपरिणामात्मकं कर्म
करोति, दुःखलक्षणमात्मपरिणामात्मकं चेष्टारूपकर्मफलं भुंक्ते च, एकद्रव्यत्वेन ततोऽनन्यत्वे सति
तन्मयश्च भवति; ततः परिणामपरिणामिभावेन तत्रैव कर्तृकर्मभोक्तृभोग्यत्वनिश्चयः
तथात्मापि
चिकीर्षुश्चेष्टारूपमात्मपरिणामात्मकं कर्म करोति, दुःखलक्षणमात्मपरिणामात्मकं चेष्टारूपकर्मफलं
પરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, હથોડા આદિ જે પરદ્રવ્યપરિણામાત્મક કરણો તેમને
ગ્રહણ કરે છે અને કુંડળ આદિ કર્મનું જે ગામ આદિ પરદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે
છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ, કરણ આદિથી) અન્ય હોવાથી તન્મય
(કર્મકરણાદિમય) થતો નથી; માટે નિમિત્તનૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો અને
ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે; તેવી રીતે
આત્મા પણ પુણ્યપાપ આદિ જે પુદ્ગલદ્રવ્ય-
પરિણામાત્મક (પુદ્ગલદ્રવ્યના પરિણામસ્વરૂપ) કર્મ તેને કરે છે, કાય-વચન-મન એવાં જે
પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક કરણો તેમના વડે કરે છે, કાય-વચન-મન એવાં જે પુદ્ગલ-
પરિણામાત્મક કરણો તેમને ગ્રહણ કરે છે અને પુણ્યપાપ આદિ કર્મનું જે સુખદુઃખ આદિ
પુદ્ગલદ્રવ્યપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, પરંતુ અનેકદ્રવ્યપણાને લીધે તેમનાથી અન્ય
હોવાથી તન્મય (તે-મય) થતો નથી; માટે નિમિત્ત-નૈમિત્તિકભાવમાત્રથી જ ત્યાં કર્તા-કર્મપણાનો
અને ભોક્તા-ભોગ્યપણાનો વ્યવહાર છે.
વળી જેવી રીતેતે જ શિલ્પી, કરવાનો ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ (અર્થાત્ કુંડળ
આદિ કરવાના પોતાના પરિણામરૂપ અને હસ્ત આદિના વ્યાપારરૂપ) એવું જે સ્વપરિણામાત્મક
કર્મ તેને કરે છે તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું સ્વપરિણામાત્મક ફળ તેને ભોગવે છે,
અને એકદ્રવ્યપણાને લીધે તેમનાથી (કર્મ અને કર્મફળથી) અનન્ય હોવાથી તન્મય (કર્મમય ને
કર્મફળમય) છે; માટે પરિણામપરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા
-ભોગ્યપણાનો નિશ્ચય છે; તેવી રીતે
આત્મા પણ, કરવાનો ઇચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ