૫૦૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भुंक्ते च, एकद्रव्यत्वेन ततोऽनन्यत्वे सति तन्मयश्च भवति; ततः परिणामपरिणामिभावेन तत्रैव
कर्तृकर्मभोक्तृभोग्यत्वनिश्चयः ।
(नर्दटक)
ननु परिणाम एव किल कर्म विनिश्चयतः
स भवति नापरस्य परिणामिन एव भवेत् ।
न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया
स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ।।२११।।
(पृथ्वी)
बहिर्लुठति यद्यपि स्फु टदनन्तशक्तिः स्वयं
तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वन्तरम् ।
स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते
स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ।।२१२।।
( – રાગાદિપરિણામરૂપ અને પ્રદેશોના વ્યાપારરૂપ) એવું જે આત્મપરિણામાત્મક કર્મ તેને કરે છે
તથા દુઃખસ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મપરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને
એકદ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય (તે-મય) છે; માટે પરિણામ
-પરિણામીભાવથી ત્યાં જ કર્તા-કર્મપણાનો અને ભોક્તા-ભોગ્યપણાનો નિશ્ચય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ननु परिणामः एव किल विनिश्चयतः कर्म] ખરેખર પરિણામ છે તે જ
નિશ્ચયથી કર્મ છે, અને [सः परिणामिनः एव भवेत्, अपरस्य न भवति] પરિણામ પોતાના આશ્રયભૂત
પરિણામીનું જ હોય છે, અન્યનું નહિ (કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે,
અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો); [इह कर्म कर्तृशून्यम् न भवति] વળી કર્મ કર્તા
વિના હોતું નથી, [च वस्तुनः एकतया स्थितिः इह न] તેમ જ વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્
કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત
છે); [ततः तद् एव कर्तृ भवतु] માટે વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ કર્મની કર્તા છે ( – એ
નિશ્ચય-સિદ્ધાંત છે). ૨૧૧.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [स्वयं स्फु टत्-अनन्त-शक्तिः] જેને પોતાને અનંત શક્તિ પ્રકાશમાન છે