Samaysar (Gujarati). Kalash: 213.

< Previous Page   Next Page >


Page 501 of 642
PDF/HTML Page 532 of 673

 

background image
(रथोद्धता)
वस्तु चैकमिह नान्यवस्तुनो
येन तेन खलु वस्तु वस्तु तत्
निश्चयोऽयमपरोऽपरस्य कः
किं करोति हि बहिर्लुठन्नपि
।।२१३।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૦૧
એવી વસ્તુ [बहिः यद्यपि लुठति] અન્ય વસ્તુની બહાર જોકે લોટે છે [तथापि अन्य-वस्तु
अपरवस्तुनः अन्तरम् न विशति] તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, [यतः
सकलम् एव वस्तु स्वभाव-नियतम् इष्यते] કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં
નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. (આચાર્યદેવ કહે છે કે) [इह] આમ હોવા છતાં,
[मोहितः] મોહિત જીવ, [स्वभाव-चलन-आकुलः] પોતાના સ્વભાવથી ચલિત થઇને આકુળ થતો
થકો, [किम् क्लिश्यते] શા માટે કલેશ પામે છે?
ભાવાર્થઃવસ્તુસ્વભાવ તો નિયમરૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે
નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી, ‘પરજ્ઞેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે’ એમ
માનીને, ક્લેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. ૨૧૨.
ફરી આગળની ગાથાઓની સૂચનારૂપે બીજું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[इह च] આ લોકમાં [येन एकम् वस्तु अन्यवस्तुनः न] એક વસ્તુ અન્ય
વસ્તુની નથી, [तेन खलु वस्तु तत् वस्तु] તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે[अयम् निश्चयः]
એ નિશ્ચય છે. [कः अपरः] આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ [अपरस्य बहिः लुठन् अपि हि]
અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં [किं करोति] તેને શું કરી શકે?
ભાવાર્થઃવસ્તુનો સ્વભાવ તો એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન
શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે. આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી
શકતી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું. ચેતન-વસ્તુ સાથે એકક્ષેત્રાવગાહરૂપે
પુદ્ગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ; તો પછી
પુદ્ગલે ચેતનને શું કર્યું? કાંઈ ન કર્યું.
આ ઉપરથી એમ સમજવું કેવ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ
હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી. ૨૧૩.
હવે, એ જ અર્થને દ્રઢ કરતું ત્રીજું કાવ્ય કહે છેઃ