Samaysar (Gujarati). Kalash: 214 Gatha: 356.

< Previous Page   Next Page >


Page 502 of 642
PDF/HTML Page 533 of 673

 

background image
૫૦૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(रथोद्धता)
यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः
किञ्चनापि परिणामिनः स्वयम्
व्यावहारिकद्रशैव तन्मतं
नान्यदस्ति किमपीह निश्चयात् ।।२१४।।
जह सेडिया दु ण परस्स सेडिया सेडिया य सा होदि
तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु ।।३५६।।
શ્લોકાર્થઃ[वस्तु] એક વસ્તુ [स्वयम् परिणामिनः अन्य-वस्तुनः] સ્વયં પરિણમતી અન્ય
વસ્તુને [किञ्चन अपि कुरुते] કાંઈ પણ કરી શકે છે[यत् तु] એમ જે માનવામાં આવે છે,
[तत् व्यावहारिक- द्रशा एव मतम्] તે વ્યવહારદ્રષ્ટિથી જ માનવામાં આવે છે. [निश्चयात्] નિશ્ચયથી
[इह अन्यत् किम् अपि न अस्ति] આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી (અર્થાત્
એક વસ્તુને અન્ય વસ્તુ સાથે કાંઈ પણ સંબંધ નથી).
ભાવાર્થઃએક દ્રવ્યના પરિણમનમાં અન્ય દ્રવ્ય નિમિત્ત દેખીને એમ કહેવું કે ‘અન્ય
દ્રવ્યે આ કર્યું’, તે વ્યવહારનયની દ્રષ્ટિથી જ છે; નિશ્ચયથી તો તે દ્રવ્યમાં અન્ય દ્રવ્યે કાંઈ
કર્યું નથી. વસ્તુના પર્યાયસ્વભાવને લીધે વસ્તુનું પોતાનું જ એક અવસ્થાથી બીજી અવસ્થારૂપ
પરિણમન થાય છે; તેમાં અન્ય વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી.
આ ઉપરથી એમ સમજવું કેપરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને
જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને પરસ્પર કાંઈ કરી શકતા નથી.
માટે ‘જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે’ એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક
તો બસ જ્ઞાયક જ છે. ૨૧૪.
(‘ખડી તો ખડી જ છે’એ નિશ્ચય છે; ‘ખડી-સ્વભાવે પરિણમતી ખડી ભીંત-સ્વભાવે
પરિણમતી ભીંતને સફેદ કરે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે. તેવી રીતે ‘જ્ઞાયક તો
જ્ઞાયક જ છે’
એ નિશ્ચય છે; ‘જ્ઞાયકસ્વભાવે પરિણમતો જ્ઞાયક પરદ્રવ્યસ્વભાવે પરિણમતાં
એવાં પરદ્રવ્યોને જાણે છે’ એમ કહેવું તે પણ વ્યવહારકથન છે.) આવા નિશ્ચય-વ્યવહાર કથનને
હવે ગાથાઓમાં દ્રષ્ટાંત દ્વારા સ્પષ્ટ કહે છેઃ
જ્યમ સેટિકા નથી પર તણી, છે સેટિકા બસ સેટિકા,
જ્ઞાયક નથી ત્યમ પર તણો, જ્ઞાયક ખરે જ્ઞાયક તથા; ૩૫૬.