૫૧૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि । तर्हि न कस्याप्यपोहकः, अपोहकोऽपोहक
एवेति निश्चयः ।
अथ व्यवहारव्याख्यानम् — यथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं
कुडयादिपरद्रव्यस्वभावेनापरिणममाना कुडयादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती कुडयादि-
परद्रव्यनिमित्तकेनात्मनः श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना कुडयादिपरद्रव्यं सेटिका-
निमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवह्रियते,
तथा चेतयितापि ज्ञानगुणनिर्भरस्वभावः स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममानः पुद्गलादि-
परद्रव्यं चात्मस्वभावेनापरिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो ज्ञानगुणनिर्भरस्वभावस्य
परिणामेनोत्पद्यमानः पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्य-
मानमात्मनः स्वभावेन जानातीति व्यवह्रियते
।
નથી. તો પછી અપોહક (અર્થાત્ ત્યાગ કરનાર) કોઈનો નથી, અપોહક અપોહક જ છે
— એ નિશ્ચય છે.
(આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ ‘આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત્ ત્યાગે છે’
— એ વ્યવહારકથન છે; ‘આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે’ — એમ કહેવામાં પણ
સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે; ‘અપોહક અપોહક જ છે’ — એ નિશ્ચય છે.)
હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છેઃ —
જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના
સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી
થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના
પરિણામ વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના ( – ભીંત આદિના – )
સ્વભાવના પરિણામ વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના ( – ખડીના – ) સ્વભાવથી
શ્વેત કરે છે — એમ વ્યવહાર કરવામાં આવે છે; તેવી રીતે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળો
ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ
પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા
પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત
છે એવા પોતાના ( – પુદ્ગલાદિના – ) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને,
પોતાના ( – ચેતયિતાના –
) સ્વભાવથી જાણે છે — એમ વ્યવહાર કરવામાં આવે છે.