કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૧૩
किञ्च — यथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं कुडयादिपरद्रव्यस्वभावेना-
परिणममाना कुडयादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती कुडयादिपरद्रव्यनिमित्तकेनात्मनः
श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना कुडयादिपरद्रव्यं सेटिकानिमित्तकेनात्मनः स्वभावस्य
परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन श्वेतयतीति व्यवह्रियते, तथा चेतयितापि दर्शनगुण-
निर्भरस्वभावः स्वयं पुद्गलादिपरद्रव्यस्वभावेनापरिणममानः पुद्गलादिपरद्रव्यं चात्मस्वभावेना-
परिणमयन् पुद्गलादिपरद्रव्यनिमित्तकेनात्मनो दर्शनगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमानः
पुद्गलादिपरद्रव्यं चेतयितृनिमित्तकेनात्मनः स्वभावस्य परिणामेनोत्पद्यमानमात्मनः स्वभावेन
पश्यतीति व्यवह्रियते
।
अपि च — यथा च सैव सेटिका श्वेतगुणनिर्भरस्वभावा स्वयं कुडयादिपरद्रव्य-
स्वभावेनापरिणममाना कुडयादिपरद्रव्यं चात्मस्वभावेनापरिणमयन्ती कुडयादिपरद्रव्यनिमित्त-
केनात्मनः श्वेतगुणनिर्भरस्वभावस्य परिणामेनोत्पद्यमाना कुडयादिपरद्रव्यं सेटिकानिमित्तकेनात्मनः
વળી (જેવી રીતે જ્ઞાનગુણનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે દર્શનગુણનો વ્યવહાર કહેવામાં
આવે છેઃ — જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના
સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી
થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ
વડે ઊપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના ( – ભીંત આદિના – ) સ્વભાવના પરિણામ
વડે ઊપજતા ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના ( – ખડીના – ) સ્વભાવથી શ્વેત કરે છે — એમ વ્યવહાર
કરવામાં આવે છે; તેવી રીતે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ
પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે
નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શનગુણથી
ભરેલા સ્વભાવના પરિણામ વડે ઊપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના
( – પુદ્ગલાદિના – ) સ્વભાવના પરિણામ વડે ઊપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના
( – ચેતયિતાના – ) સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છે — એમ વ્યવહાર કરવામાં આવે છે.
વળી (જેવી રીતે જ્ઞાન-દર્શન ગુણોનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે ચારિત્રગુણનો
વ્યવહાર કહેવામાં આવે છેઃ — જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે
ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે
નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા
65