Samaysar (Gujarati). Kalash: 215-216.

< Previous Page   Next Page >


Page 515 of 642
PDF/HTML Page 546 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૧૫
(शार्दूलविक्रीडित)
शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो
नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यान्तरं जातुचित्
ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः
किं द्रव्यान्तरचुम्बनाकुलधियस्तत्त्वाच्च्यवन्ते जनाः
।।२१५।।
(मन्दाक्रान्ता)
शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष-
मन्यद्द्रव्यं भवति यदि वा तस्य किं स्यात्स्वभावः
ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि-
र्ज्ञानं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव
।।२१६।।

જાણે છે, પરદ્રવ્યને દેખે છે, પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે, પરદ્રવ્યને ત્યાગે છે.

એ પ્રમાણે નિશ્ચય-વ્યવહારના પ્રકારને જાણી યથાવત્ (જેમ કહ્યું છે તેમ) શ્રદ્ધાન કરવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ

શ્લોકાર્થઃ[शुद्ध-द्रव्य-निरूपण-अर्पित-मतेः तत्त्वं समुत्पश्यतः] જેણે શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં બુદ્ધિને સ્થાપીલગાડી છે અને જે તત્ત્વને અનુભવે છે, તે પુરુષને [एक-द्रव्य-गतं किम्-अपि द्रव्य-अन्तरं जातुचित् न चकास्ति] એક દ્રવ્યની અંદર કોઈ પણ અન્ય દ્રવ્ય રહેલું બિલકુલ (કદાપિ) ભાસતું નથી. [यत् तु ज्ञानं ज्ञेयम् अवैति तत् अयं शुद्ध-स्वभाव-उदयः] જ્ઞાન જ્ઞેયને જાણે છે તે તો આ જ્ઞાનના શુદ્ધ સ્વભાવનો ઉદય છે. [जनाः] આમ છે તો પછી લોકો [द्रव्य-अन्तर-चुम्बन-आकुल-धियः] જ્ઞાનને અન્ય દ્રવ્ય સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળ બુદ્ધિવાળા થયા થકા [तत्त्वात्] તત્ત્વથી (શુદ્ધ સ્વરૂપથી) [किं च्यवन्ते] શા માટે ચ્યુત થાય છે?

ભાવાર્થઃશુદ્ધનયની દ્રષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી. આમ હોવા છતાં, જ્ઞાનમાં અન્ય દ્રવ્યોનો પ્રતિભાસ દેખીને આ લોકો ‘જ્ઞાનને પરજ્ઞેયો સાથે પરમાર્થ સંબંધ છે’ એવું માનતા થકા જ્ઞાનસ્વરૂપથી ચ્યુત થાય છે, તે તેમનું અજ્ઞાન છે. તેમના પર કરુણા કરીને આચાર્યદેવ કહે છે કેઆ લોકો તત્ત્વથી કાં ચ્યુત થાય છે? ૨૧૫.