૫૧૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मन्दाक्रान्ता)
रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत्
ज्ञानं ज्ञानं भवति न पुनर्बोध्यतां याति बोध्यम् ।
ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं
भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः ।।२१७।।
ફરી આ જ અર્થને દ્રઢ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [शुद्ध-द्रव्य-स्वरस-भवनात्] શુદ્ધ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું) નિજરસરૂપે
(અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે) પરિણમન થતું હોવાથી, [शेषम् अन्यत्-द्रव्यं किं स्वभावस्य भवति]
બાકીનું કોઈ અન્યદ્રવ્ય શું તે (જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે? (ન જ થઈ શકે.) [यदि वा स्वभावः
किं तस्य स्यात्] અથવા શું તે (જ્ઞાનાદિ) સ્વભાવ કોઈ અન્યદ્રવ્યનો થઈ શકે? (ન જ થઈ શકે.
પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી.) [ज्योत्स्नारूपं भुवं स्नपयति] ચાંદનીનું રૂપ પૃથ્વીને
ઉજ્જ્વળ કરે છે [भूमिः तस्य न एव अस्ति] તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી; [ज्ञानं ज्ञेयं
सदा कलयति] તેવી રીતે જ્ઞાન જ્ઞેયને સદા જાણે છે [ज्ञेयम् अस्य अस्ति न एव] તોપણ જ્ઞેય જ્ઞાનનું
થતું જ નથી.
ભાવાર્થઃ — શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય
દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્જ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી
નથી, તેમ જ્ઞાન જ્ઞેયને જાણે છે પરંતુ જ્ઞેય જ્ઞાનનું જરા પણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ
હોવાથી તેની સ્વચ્છતામાં જ્ઞેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે જ્ઞેયોનો પ્રવેશ નથી. ૨૧૬.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [तावत् राग-द्वेष-द्वयम् उदयते] ત્યાં સુધી રાગ-દ્વેષનું દ્વંદ્વ ઉદય પામે છે
( – ઉત્પન્ન થાય છે) [यावत् एतत् ज्ञानं ज्ञानं न भवति] કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય
[पुनः बोध्यम् बोध्यतां न याति] અને જ્ઞેય જ્ઞેયપણાને ન પામે. [तत् इदं ज्ञानं न्यक्कृत-अज्ञानभावं
ज्ञानं भवतु] માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ — [येन भाव-अभावौ तिरयन्
पूर्णस्वभावः भवति] કે જેથી ભાવ-અભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ (પ્રગટ) થાય.
ભાવાર્થઃ — જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞેય જ્ઞેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ
ઊપજે છે; માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ
અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ
પ્રાર્થના છે. ૨૧૭.