Samaysar (Gujarati). Gatha: 366-370.

< Previous Page   Next Page >


Page 517 of 642
PDF/HTML Page 548 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૧૭
दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे विसए
तम्हा किं घादयदे चेदयिदा तेसु विसएसु ।।३६६।।
दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे कम्मे
तम्हा किं घादयदे चेदयिदा तम्हि कम्मम्हि ।।३६७।।
दंसणणाणचरित्तं किंचि वि णत्थि दु अचेदणे काए
तम्हा किं घादयदे चेदयिदा तेसु काएसु ।।३६८।।
णाणस्स दंसणस्स य भणिदो घादो तहा चरित्तस्स
ण वि तहिं पोग्गलदव्वस्स को वि घादो दु णिद्दिट्ठो ।।३६९।।
जीवस्स जे गुणा केइ णत्थि खलु ते परेसु दव्वेसु
तम्हा सम्मादिट्ठिस्स णत्थि रागो दु विसएसु ।।३७०।।
‘જ્ઞાન અને જ્ઞેય તદ્દન ભિન્ન છે, આત્માના દર્શનજ્ઞાનચારિત્રાદિ કોઈ ગુણો પરદ્રવ્યોમાં
નથી’ એમ જાણતો હોવાથી સમ્યગ્દ્રષ્ટિને વિષયો પ્રત્યે રાગ થતો નથી; વળી રાગદ્વેષાદિ જડ
વિષયોમાં પણ નથી; તેઓ માત્ર અજ્ઞાનદશામાં વર્તતા જીવના પરિણામ છે.
આવા અર્થની
ગાથાઓ હવે કહે છેઃ
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન વિષયમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે વિષયમાં? ૩૬૬.
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કર્મમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે કર્મમાં? ૩૬૭.
ચારિત્ર-દર્શન-જ્ઞાન જરીયે નહિ અચેતન કાયમાં,
તે કારણે આ આતમા શું હણી શકે તે કાયમાં? ૩૬૮.
છે જ્ઞાનનો, દર્શન તણો, ઉપઘાત ભાખ્યો ચરિતનો,
ત્યાં કાંઈ પણ ભાખ્યો નથી ઉપઘાત પુદ્ગલદ્રવ્યનો. ૩૬૯.
જે ગુણ જીવ તણા, ખરે તે કોઈ નહિ પરદ્રવ્યમાં,
તે કારણે વિષયો પ્રતિ સુદ્રષ્ટિ જીવને રાગ ના. ૩૭૦.