કહાનજૈનશાસ્ત્રમાળા ]
यद्धि यत्र भवति तत्तद्घाते हन्यत एव, यथा प्रदीपघाते प्रकाशो हन्यते; यत्र च यद्भवति तत्तद्घाते हन्यत एव, यथा प्रकाशघाते प्रदीपो हन्यते । यत्तु यत्र न भवति तत्तद्घाते न हन्यते, यथा घटघाते घटप्रदीपो न हन्यते; यत्र च यन्न भवति तत्तद्घाते न हन्यते, यथा घटप्रदीपघाते घटो न हन्यते । अथात्मनो धर्मा दर्शनज्ञानचारित्राणि पुद्गलद्रव्यघातेऽपि न हन्यन्ते, न च दर्शनज्ञानचारित्राणां घातेऽपि पुद्गलद्रव्यं हन्यते; एवं दर्शनज्ञानचारित्राणि पुद्गलद्रव्ये न भवन्तीत्यायाति; अन्यथा तद्घाते पुद्गलद्रव्य-
(આ રીતે) [ये केचित्] જે કોઈ [जीवस्य गुणाः] જીવના ગુણો છે, [ते खलु] તે ખરેખર [परेषु द्रव्येषु] પર દ્રવ્યોમાં [न सन्ति] નથી; [तस्मात्] તેથી [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિને [विषयेषु] વિષયો પ્રત્યે [रागः तु] રાગ [न अस्ति] નથી.
[च] વળી [रागः द्वेषः मोहः] રાગ, દ્વેષ અને મોહ [जीवस्य एव] જીવના જ [अनन्यपरिणामाः] અનન્ય (એકરૂપ) પરિણામ છે, [एतेन कारणेन तु] તે કારણે [रागादयः] રાગાદિક [शब्दादिषु] શબ્દાદિ વિષયોમાં (પણ) [न सन्ति] નથી.
(રાગદ્વેષાદિ સમ્યગ્દ્રષ્ટિ આત્મામાં નથી તેમ જ જડ વિષયોમાં નથી, માત્ર અજ્ઞાન- દશામાં રહેલા જીવના પરિણામ છે.)
ટીકાઃ — ખરેખર જે જેમાં હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધારનો ઘાત થતાં આધેયનો ઘાત થાય જ છે), જેમ દીવાનો ઘાત થતાં (દીવામાં રહેલો) પ્રકાશ હણાય છે; તથા જેમાં જે હોય તે તેનો ઘાત થતાં હણાય જ છે (અર્થાત્ આધેયનો ઘાત થતાં આધારનો ઘાત થાય જ છે), જેમ પ્રકાશનો ઘાત થતાં દીવો હણાય છે. વળી જે જેમાં ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટનો ઘાત થતાં *ઘટ-પ્રદીપ હણાતો નથી; તથા જેમાં જે ન હોય તે તેનો ઘાત થતાં હણાતું નથી, જેમ ઘટ-પ્રદીપનો ઘાત થતાં ઘટ હણાતો નથી. (એ પ્રમાણે ન્યાય કહ્યો.) હવે, આત્માના ધર્મો — દર્શન, જ્ઞાન અને ચારિત્ર — પુદ્ગલદ્રવ્યનો ઘાત થવા છતાં હણાતા નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થવા છતાં પુદ્ગલદ્રવ્ય હણાતું નથી * ઘટ-પ્રદીપ = ઘડામાં મૂકેલો દીવો. (પરમાર્થે દીવો ઘડામાં નથી, ઘડામાં તો ઘડાના જ ગુણો છે.)