Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 520 of 642
PDF/HTML Page 551 of 673

 

૫૨૦

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

घातस्य, पुद्गलद्रव्यघाते तद्घातस्य दुर्निवारत्वात् यत एवं ततो ये यावन्तः केचनापि जीवगुणास्ते सर्वेऽपि परद्रव्येषु न सन्तीति सम्यक् पश्यामः, अन्यथा अत्रापि जीवगुणघाते पुद्गलद्रव्यघातस्य, पुद्गलद्रव्यघाते जीवगुणघातस्य च दुर्निवारत्वात् यद्येवं तर्हि कुतः सम्यग्द्रष्टेर्भवति रागो विषयेषु ? न कुतोऽपि तर्हि रागस्य कतरा खानिः ? रागद्वेषमोहा हि जीवस्यैवाज्ञानमयाः परिणामाः, ततः परद्रव्यत्वाद्विषयेषु न सन्ति, अज्ञानाभावात्सम्यग्द्रष्टौ तु न भवन्ति एवं ते विषयेष्वसन्तः सम्यग्द्रष्टेर्न भवन्तो, न भवन्त्येव (એ તો સ્પષ્ટ છે); માટે એ રીતે ‘દર્શન-જ્ઞાન-ચારિત્ર પુદ્ગલદ્રવ્યમાં નથી’ એમ ફલિત (સિદ્ધ) થાય છે; કારણ કે, જો એમ ન હોય તો દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઘાત અનિવાર્ય થાય (અર્થાત્ અવશ્ય થવો


જોઈએ). આમ છે તેથી જે કોઈ જેટલા જીવના ગુણો છે તે બધાય પરદ્રવ્યોમાં નથી એમ અમે સમ્યક્ પ્રકારે દેખીએ છીએ (માનીએ છીએ); કારણ કે, જો એમ ન હોય તો, અહીં પણ જીવના ગુણોનો ઘાત થતાં પુદ્ગલદ્રવ્યનો ઘાત, અને પુદ્ગલદ્રવ્યનો ઘાત થતાં જીવના ગુણોનો ઘાત અનિવાર્ય થાય. (આ રીતે સિદ્ધ થયું કે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી.)

(પ્રશ્નઃ-) જો આમ છે તો સમ્યગ્દ્રષ્ટિને વિષયોમાં રાગ કયા કારણે થાય છે? (ઉત્તરઃ-) કોઈ પણ કારણે થતો નથી. (પ્રશ્નઃ) તો પછી રાગની કઈ ખાણ છે? (ઉત્તરઃ-) રાગ-દ્વેષ-મોહ, જીવના જ અજ્ઞાનમય પરિણામ છે (અર્થાત્ જીવનું અજ્ઞાન જ રાગાદિક ઊપજવાની ખાણ છે); માટે તે રાગદ્વેષમોહ, વિષયોમાં નથી કારણ કે વિષયો પરદ્રવ્ય છે, અને સમ્યગ્દ્રષ્ટિમાં (પણ) નથી કારણ કે તેને અજ્ઞાનનો અભાવ છે; આ રીતે રાગદ્વેષમોહ, વિષયોમાં નહિ હોવાથી અને સમ્યગ્દ્રષ્ટિને (પણ) નહિ હોવાથી, (તેઓ) છે જ નહિ.

ભાવાર્થઃઆત્માને અજ્ઞાનમય પરિણામરૂપ રાગદ્વેષમોહ ઉત્પન્ન થતાં આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ ગુણો હણાય છે, પરંતુ તે ગુણો હણાતાં છતાં અચેતન પુદ્ગલદ્રવ્ય હણાતું નથી; વળી પુદ્ગલદ્રવ્ય હણાતાં દર્શન-જ્ઞાન-ચારિત્રાદિ હણાતાં નથી; માટે જીવના કોઈ ગુણો પુદ્ગલદ્રવ્યમાં નથી. આવું જાણતા સમ્યગ્દ્રષ્ટિને અચેતન વિષયોમાં રાગાદિ થતા નથી. રાગ- દ્વેષમોહ પુદ્ગલદ્રવ્યમાં નથી, જીવના જ અસ્તિત્વમાં અજ્ઞાનથી ઊપજે છે; જ્યારે અજ્ઞાનનો અભાવ થાય અર્થાત

્ સમ્યગ્દ્રષ્ટિ થાય ત્યારે તેઓ ઊપજતા નથી. આ રીતે રાગદ્વેષમોહ

પુદ્ગલમાં નથી તેમ જ સમ્યગ્દ્રષ્ટિમાં પણ નથી, તેથી શુદ્ધદ્રવ્યદ્રષ્ટિથી જોતાં તેઓ છે જ નહિ. પર્યાયદ્રષ્ટિથી જોતાં જીવને અજ્ઞાન-અવસ્થામાં તેઓ છે. એ પ્રમાણે જાણવું.