Samaysar (Gujarati). Kalash: 218-219.

< Previous Page   Next Page >


Page 521 of 642
PDF/HTML Page 552 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૨૧
(मन्दाक्रान्ता)
रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात्
तौ वस्तुत्वप्रणिहित
द्रशा द्रश्यमानौ न किञ्चित्
सम्यग्द्रष्टिः क्षपयतु ततस्तत्त्वद्रष्टया स्फु टं तौ
ज्ञानज्योतिर्ज्वलति सहजं येन पूर्णाचलार्चिः ।।२१८।।
(शालिनी)
रागद्वेषोत्पादकं तत्त्वद्रष्टया
नान्यद्द्रव्यं वीक्ष्यते किञ्चनापि
सर्वद्रव्योत्पत्तिरन्तश्चकास्ति
व्यक्तात्यन्तं स्वस्वभावेन यस्मात्
।।२१९।।
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થઃ[इह ज्ञानम् हि अज्ञानभावात् राग-द्वेषौ भवति] આ જગતમાં જ્ઞાન જ
અજ્ઞાનભાવથી રાગદ્વેષરૂપે પરિણમે છે; [वस्तुत्व-प्रणिहित-द्रशा द्रश्यमानौ तौ किञ्चित् न]
વસ્તુત્વમાં મૂકેલી (સ્થાપેલી, એકાગ્ર કરેલી) દ્રષ્ટિ વડે જોતાં (અર્થાત્ દ્રવ્યદ્રષ્ટિથી જોતાં),
તે રાગદ્વેષ કાંઈ જ નથી (દ્રવ્યરૂપ જુદી વસ્તુ નથી). [ततः सम्यग्द्रष्टिः तत्त्वद्रष्टया तौ स्फु टं
क्षपयतु] માટે (આચાર્યદેવ પ્રેરણા કરે છે કે) સમ્યગ્દ્રષ્ટિ પુરુષ તત્ત્વદ્રષ્ટિ વડે તેમને (રાગદ્વેષને)
પ્રગટ રીતે ક્ષય કરો, [येन पूर्ण-अचल-अर्चिः सहजं ज्ञानज्योतिः ज्वलति] કે જેથી, પૂર્ણ અને અચળ
જેનો પ્રકાશ છે એવી (દેદીપ્યમાન) સહજ જ્ઞાનજ્યોતિ પ્રકાશે.
ભાવાર્થઃરાગદ્વેષ કોઈ જુદું દ્રવ્ય નથી, જીવને અજ્ઞાનભાવથી (રાગદ્વેષરૂપ
પરિણામ) થાય છે; માટે સમ્યગ્દ્રષ્ટિ થઈને તત્ત્વદ્રષ્ટિથી જોવામાં આવે તો તેઓ (રાગદ્વેષ)
કાંઈ પણ વસ્તુ નથી એમ દેખાય છે, અને ઘાતિકર્મનો નાશ થઇ કેવળજ્ઞાન ઊપજે છે. ૨૧૮.
‘અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યને ગુણ ઉપજાવી શકતું નથી’ એમ હવેની ગાથામાં કહેશે; તેની
સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ
શ્લોકાર્થઃ[तत्त्वद्रष्टया] તત્ત્વદ્રષ્ટિથી જોતાં, [राग-द्वेष-उत्पादकं अन्यत् द्रव्यं किञ्चन
अपि न वीक्ष्यते] રાગદ્વેષને ઉપજાવનારું અન્ય દ્રવ્ય જરાય દેખાતું નથી, [यस्मात् सर्व-द्रव्य-उत्पत्तिः
स्वस्वभावेन अन्तः अत्यन्तं व्यक्ता चकास्ति] કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતાના સ્વભાવથી
જ થતી અંતરંગમાં અત્યંત પ્રગટ પ્રકાશે છે.
66