૫૨૨
न च जीवस्य परद्रव्यं रागादीनुत्पादयतीति शङ्कयम्; अन्यद्रव्येणान्यद्रव्यगुणोत्पाद- करणस्यायोगात्; सर्वद्रव्याणां स्वभावेनैवोत्पादात् । तथाहि — मृत्तिका कुम्भभावेनोत्पद्यमाना किं कुम्भकारस्वभावेनोत्पद्यते, किं मृत्तिकास्वभावेन ? यदि कुम्भकारस्वभावेनोत्पद्यते तदा कुम्भकरणाहङ्कारनिर्भरपुरुषाधिष्ठितव्यापृतकरपुरुषशरीराकारः कुम्भः स्यात् । न च तथास्ति, --
ભાવાર્થઃ — રાગદ્વેષ ચેતનના જ પરિણામ છે. અન્ય દ્રવ્ય આત્માને રાગદ્વેષ ઉપજાવી શકતું નથી; કારણ કે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ પોતપોતાના સ્વભાવથી જ થાય છે, અન્ય દ્રવ્યમાં અન્ય દ્રવ્યના ગુણપર્યાયોની ઉત્પત્તિ થતી નથી. ૨૧૯.
હવે આ અર્થને ગાથામાં કહે છેઃ —
ગાથાર્થઃ — [अन्यद्रव्येण] અન્ય દ્રવ્યથી [अन्यद्रव्यस्य] અન્ય દ્રવ્યને [गुणोत्पादः] ગુણની ઉત્પત્તિ [न क्रियते] કરી શકાતી નથી; [तस्मात् तु] તેથી (એ સિદ્ધાંત છે કે) [सर्वद्रव्याणि] સર્વ દ્રવ્યો [स्वभावेन] પોતપોતાના સ્વભાવથી [उत्पद्यन्ते] ઊપજે છે.
ટીકાઃ — વળી જીવને પરદ્રવ્ય રાગાદિક ઉપજાવે છે એમ શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે; કેમ કે સર્વ દ્રવ્યોનો સ્વભાવથી જ ઉત્પાદ થાય છે. આ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ —
માટી કુંભભાવે (ઘડા-ભાવે) ઊપજતી થકી શું કુંભારના સ્વભાવથી ઊપજે છે કે માટીના સ્વભાવથી ઊપજે છે? જો કુંભારના સ્વભાવથી ઊપજતી હોય તો જેમાં ઘડો કરવાના અહંકારથી ભરેલો પુરુષ રહેલો છે અને જેનો હાથ (ઘડો કરવાનો) વ્યાપાર કરે છે એવું જે પુરુષનું શરીર તેના આકારે ઘડો થવો જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે