કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૨૩
द्रव्यान्तरस्वभावेन द्रव्यपरिणामोत्पादस्यादर्शनात् । यद्येवं तर्हि मृत्तिका कुम्भकारस्वभावेन
नोत्पद्यते, किन्तु मृत्तिकास्वभावेनैव, स्वस्वभावेन द्रव्यपरिणामोत्पादस्य दर्शनात् । एवं च
सति मृत्तिकायाः स्वस्वभावानतिक्रमान्न कुम्भकारः कुम्भस्योत्पादक एव; मृत्तिकैव
कुम्भकारस्वभावमस्पृशन्ती स्वस्वभावेन कुम्भभावेनोत्पद्यते । एवं सर्वाण्यपि द्रव्याणि
स्वपरिणामपर्यायेणोत्पद्यमानानि किं निमित्तभूतद्रव्यान्तरस्वभावेनोत्पद्यन्ते, किं स्वस्वभावेन ?
यदि निमित्तभूतद्रव्यान्तरस्वभावेनोत्पद्यन्ते तदा निमित्तभूतपरद्रव्याकारस्तत्परिणामः स्यात् । न
च तथास्ति, द्रव्यान्तरस्वभावेन द्रव्यपरिणमोत्पादस्यादर्शनात् । यद्येवं तर्हि न सर्वद्रव्याणि
निमित्तभूतपरद्रव्यस्वभावेनोत्पद्यन्ते, किन्तु स्वस्वभावेनैव, स्वस्वभावेन द्रव्यपरिणामोत्पादस्य
दर्शनात् । एवं च सति सर्वद्रव्याणां स्वस्वभावानतिक्रमान्न निमित्तभूतद्रव्यान्तराणि
स्वपरिणामस्योत्पादकान्येव; सर्वद्रव्याण्येव निमित्तभूतद्रव्यान्तरस्वभावमस्पृशन्ति स्वस्वभावेन
स्वपरिणामभावेनोत्पद्यन्ते । अतो न परद्रव्यं जीवस्य रागादीनामुत्पादकमुत्पश्यामो यस्मै
कुप्यामः ।
તો પછી માટી કુંભારના સ્વભાવથી ઊપજતી નથી, પરંતુ માટીના સ્વભાવથી જ ઊપજે
છે કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ
હોવાથી, માટી પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતી હોવાને લીધે, કુંભાર ઘડાનો ઉત્પાદક છે
જ નહિ; માટી જ, કુંભારના સ્વભાવને નહિ સ્પર્શતી થકી, પોતાના સ્વભાવથી કુંભભાવે
ઊપજે છે.
એવી રીતે — બધાંય દ્રવ્યો સ્વપરિણામપર્યાયે (અર્થાત્ પોતાના પરિણામભાવરૂપે)
ઊપજતાં થકાં, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજે છે કે પોતાના સ્વભાવથી ઊપજે
છે? જો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં હોય તો નિમિત્તભૂત અન્યદ્રવ્યોના
આકારે તેમના પરિણામ થવા જોઈએ. પરંતુ એમ તો થતું નથી, કારણ કે અન્યદ્રવ્યના
સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જો આમ છે તો સર્વ દ્રવ્યો
નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવથી ઊપજતાં નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઊપજે છે
કારણ કે (દ્રવ્યના) પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ
હોવાથી, સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહિ ઉલ્લંઘતાં હોવાને લીધે, નિમિત્તભૂત અન્યદ્રવ્યો
પોતાના (અર્થાત
્ સર્વ દ્રવ્યોના) પરિણામના ઉત્પાદક છે જ નહિ; સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત
અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે
ઊપજે છે.