૫૨૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मालिनी)
यदिह भवति रागद्वेषदोषप्रसूतिः
कतरदपि परेषां दूषणं नास्ति तत्र ।
स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ।।२२०।।
માટે (આચાર્યદેવ કહે છે કે) જીવને રાગાદિનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા
( – માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ.
ભાવાર્થઃ — આત્માને રાગાદિક ઊપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે.
નિશ્ચયનયથી વિચારવામાં આવે તો અન્યદ્રવ્ય રાગાદિકનું ઉપજાવનાર નથી, અન્યદ્રવ્ય તેમનું
નિમિત્તમાત્ર છે; કારણ કે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય ગુણપર્યાય ઉપજાવતું નથી એ નિયમ છે. જેઓ
એમ માને છે — એવો એકાંત કરે છે — કે ‘પરદ્રવ્ય જ મને રાગાદિક ઉપજાવે છે’, તેઓ
નયવિભાગને સમજ્યા નથી, મિથ્યાદ્રષ્ટિ છે. એ રાગાદિક જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય
તો નિમિત્તમાત્ર છે — એમ માનવું તે સમ્યગ્જ્ઞાન છે. માટે આચાર્યમહારાજ કહે છે કે — અમે
રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઊપજવું તે પોતાનો
જ અપરાધ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [इह] આ આત્મામાં [यत् राग-द्वेष-दोष-प्रसूतिः भवति] જે રાગદ્વેષરૂપ
દોષોની ઉત્પત્તિ થાય છે [तत्र परेषां कतरत् अपि दूषणं नास्ति] ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ
નથી, [तत्र स्वयम् अपराधी अयम् अबोधः सर्पति] ત્યાં તો સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન
જ ફેલાય છે; — [विदितम् भवतु] એ પ્રમાણે વિદિત થાઓ અને [अबोधः अस्तं यातु] અજ્ઞાન
અસ્ત થઈ જાઓ; [बोधः अस्मि] હું તો જ્ઞાન છું.
ભાવાર્થઃ — અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર
કોપ કરે છે કે ‘આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું’. એવા અજ્ઞાની જીવને
સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે — રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય
છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યગ્જ્ઞાન પ્રગટ
કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો; પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના
પર કોપ ન કરો. ૨૨૦.