૫૨૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अशुभः शुभो वा शब्दो न त्वां भणति शृणु मामिति स एव ।
न चैति विनिर्ग्रहीतुं श्रोत्रविषयमागतं शब्दम् ।।३७५।।
अशुभं शुभं वा रूपं न त्वां भणति पश्य मामिति स एव ।
न चैति विनिर्ग्रहीतुं चक्षुर्विषयमागतं रूपम् ।।३७६।।
अशुभः शुभो वा गन्धो न त्वां भणति जिघ्र मामिति स एव ।
न चैति विनिर्ग्रहीतुं घ्राणविषयमागतं गन्धम् ।।३७७।।
अशुभः शुभो वा रसो न त्वां भणति रसय मामिति स एव ।
न चैति विनिर्ग्रहीतुं रसनविषयमागतं तु रसम् ।।३७८।।
[पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય [शब्दत्वपरिणतं] શબ્દપણે પરિણમ્યું છે; [तस्य गुणः] તેનો ગુણ
[यदि अन्यः] જો (તારાથી) અન્ય છે, [तस्मात्] તો હે અજ્ઞાની જીવ! [त्वं न किञ्चित् अपि
भणितः] તને કાંઈ પણ કહ્યું નથી; [अबुद्धः] તું અજ્ઞાની થયો થકો [किं रुष्यसि] રોષ શા
માટે કરે છે?
[अशुभः वा शुभः शब्दः] અશુભ અથવા શુભ શબ્દ [त्वां न भणति] તને એમ નથી
કહેતો કે [माम् शृणु इति] ‘તું મને સાંભળ’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી
છૂટીને), [श्रोत्रविषयम् आगतं शब्दम्] શ્રોત્રેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને [विनिर्ग्रहीतुं न एति]
ગ્રહવા (જાણવા) જતો નથી.
[अशुभं वा शुभं रूपं] અશુભ અથવા શુભ રૂપ [त्वां न भणति] તને એમ નથી કહેતું
કે [माम् पश्य इति] ‘તું મને જો’; [सः एव च] અને આત્મા પણ (પોતાના સ્થાનથી છૂટીને),
[चक्षुर्विषयम् आगतं] ચક્ષુ-ઇન્દ્રિયના વિષયમાં આવેલા (અર્થાત્ ચક્ષુગોચર થયેલા) [रूपम्] રૂપનેે
[विनिर्ग्रहीतुं न एति] ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः गन्धः] અશુભ અથવા શુભ ગંધ [त्वां न भणति] તને એમ નથી
કહેતી કે [माम् जिघ्र इति] ‘તું મને સૂંઘ’; [सः एव च] અને આત્મા પણ [घ्राणविषयम् आगतं
गन्धम्] ઘ્રાણેેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને [विनिर्ग्रहीतुं न एति] (પોતાના સ્થાનથી ચ્યુત
થઈને) ગ્રહવા જતો નથી.
[अशुभः वा शुभः रसः] અશુભ અથવા શુભ રસ [त्वां न भणति] તને એમ નથી કહેતો
કે [माम् रसय इति] ‘તું મને ચાખ’; [सः एव च] અને આત્મા પણ [रसनविषयम् आगतं तु
रसम्] રસના-ઇન્દ્રિયના વિષયમાં આવેલા રસને [विनिर्ग्रहीतुं न एति] (પોતાના સ્થાનથી છૂટીને)
ગ્રહવા જતો નથી.