૫૩૨
पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् ।
विन्दन्ति स्वरसाभिषिक्तभुवनां ज्ञानस्य सञ्चेतनाम् ।।२२३।।
ભાવાર્થઃ — જ્ઞાનનો સ્વભાવ જ્ઞેયને જાણવાનો જ છે, જેમ દીપકનો સ્વભાવ ઘટપટાદિને પ્રકાશવાનો છે. એવો વસ્તુસ્વભાવ છે. જ્ઞેયને જાણવામાત્રથી જ્ઞાનમાં વિકાર થતો નથી. જ્ઞેયોને જાણી, તેમને સારાં-નરસાં માની, આત્મા રાગીદ્વેષી – વિકારી થાય છે તે અજ્ઞાન છે. માટે આચાર્યદેવે શોચ કર્યો છે કે — ‘વસ્તુનો સ્વભાવ તો આવો છે, છતાં આ આત્મા અજ્ઞાની થઈને રાગદ્વેષરૂપે કેમ પરિણમે છે? પોતાની સ્વાભાવિક ઉદાસીન-અવસ્થારૂપ કેમ રહેતો નથી?’ આ પ્રમાણે આચાર્યદેવે જે શોચ કર્યો છે તે યુક્ત છે, કારણ કે જ્યાં સુધી શુભ રાગ છે ત્યાં સુધી પ્રાણીઓને અજ્ઞાનથી દુઃખી દેખી કરુણા ઊપજે છે અને તેથી શોચ થાય છે. ૨૨૨.
હવે આગળના કથનની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [राग-द्वेष-विभाव-मुक्त-महसः] જેમનું તેજ રાગદ્વેષરૂપ વિભાવથી રહિત છે, [नित्यं स्वभाव-स्पृशः] જેઓ સદા (પોતાના ચૈતન્યચમત્કારમાત્ર) સ્વભાવને સ્પર્શનારા છે, [पूर्व- आगामि-समस्त-कर्म-विकलाः] જેઓ ભૂત કાળનાં તેમ જ ભવિષ્ય કાળનાં સમસ્ત કર્મથી રહિત છે અને [तदात्व-उदयात्-भिन्नाः] જેઓ વર્તમાન કાળના કર્મોદયથી ભિન્ન છે, [दूर-आरूढ-चरित्र- वैभव-बलात् ज्ञानस्य सञ्चेतनाम् विन्दन्ति] તેઓ ( – એવા જ્ઞાનીઓ – ) અતિ પ્રબળ ચારિત્રના વૈભવના બળથી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે — [चञ्चत्-चिद्-अर्चिर्मयीं] કે જે જ્ઞાન-ચેતના ચમકતી ચૈતન્યજ્યોતિમય છે અને [स्व-रस-अभिषिक्त-भुवनाम्] જેણે નિજ રસથી (પોતાના જ્ઞાનરૂપ રસથી) સમસ્ત લોકને સિંચ્યો છે.
ભાવાર્થઃ — જેમને રાગદ્વેષ ગયા, પોતાના ચૈતન્યસ્વભાવનો અંગીકાર થયો અને અતીત, અનાગત તથા વર્તમાન કર્મનું મમત્વ ગયું એવા જ્ઞાનીઓ સર્વ પરદ્રવ્યથી જુદા થઈને ચારિત્ર અંગીકાર કરે છે. તે ચારિત્રના બળથી, કર્મચેતના અને કર્મફળચેતનાથી જુદી જે પોતાની ચૈતન્યના પરિણમનસ્વરૂપ જ્ઞાનચેતના તેનું અનુભવન કરે છે.
અહીં તાત્પર્ય આમ જાણવુંઃ — જીવ પહેલાં તો કર્મચેતના અને કર્મફળચેતનાથી ભિન્ન પોતાની જ્ઞાનચેતનાનું સ્વરૂપ આગમ-પ્રમાણ, અનુમાન-પ્રમાણ અને સ્વસંવેદન-પ્રમાણથી જાણે છે અને તેનું શ્રદ્ધાન (પ્રતીતિ) દ્રઢ કરે છે; એ તો અવિરત, દેશવિરત અને પ્રમત્ત