કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૩૧
कल्प्येरन् । एवमात्मा प्रदीपवत् परं प्रति उदासीनो नित्यमेवेति वस्तुस्थितिः, तथापि यद्रागद्वेषौ
तदज्ञानम् ।
(शार्दूलविक्रीडित)
पूर्णैकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं
यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव ।
तद्वस्तुस्थितिबोधवन्ध्यधिषणा एते किमज्ञानिनो
रागद्वेषमयीभवन्ति सहजां मुञ्चन्त्युदासीनताम् ।।२२२।।
આ રીતે આત્મા દીવાની જેમ પર પ્રત્યે સદાય ઉદાસીન છે (અર્થાત્ સંબંધ વગરનો,
તટસ્થ છે) — એવી વસ્તુસ્થિતિ છે, તોપણ જે રાગદ્વેષ થાય છે તે અજ્ઞાન છે.
ભાવાર્થઃ — શબ્દાદિક જડ પુદ્ગલદ્રવ્યના ગુણો છે. તેઓ આત્માને કાંઈ કહેતાં નથી,
કે ‘તું અમને ગ્રહણ કર (અર્થાત્ તું અમને જાણ)’; અને આત્મા પણ પોતાના સ્થાનથી ચ્યુત
થઈને તેમને ગ્રહવા ( – જાણવા) તેમના પ્રત્યે જતો નથી. જેમ શબ્દાદિક સમીપ ન હોય ત્યારે
આત્મા પોતાના સ્વરૂપથી જ જાણે છે, તેમ શબ્દાદિક સમીપ હોય ત્યારે પણ આત્મા પોતાના
સ્વરૂપથી જ જાણે છે. આમ પોતાના સ્વરૂપથી જ જાણતા એવા આત્માને પોતપોતાના
સ્વભાવથી જ પરિણમતાં શબ્દાદિક કિંચિત્માત્ર પણ વિકાર કરતાં નથી, જેમ પોતાના સ્વરૂપથી
જ પ્રકાશતા એવા દીવાને ઘટપટાદિ પદાર્થો વિકાર કરતા નથી તેમ. આવો વસ્તુસ્વભાવ છે,
તોપણ જીવ શબ્દને સાંભળી, રૂપને દેખી, ગંધને સૂંઘી, રસને આસ્વાદી, સ્પર્શને સ્પર્શી, ગુણ-
દ્રવ્યને જાણી, તેમને સારાં-નરસાં માની રાગદ્વેષ કરે છે, તે અજ્ઞાન જ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [पूर्ण-एक-अच्युत-शुद्ध-बोध-महिमा अयं बोधः] પૂર્ણ, એક, અચ્યુત અને શુદ્ધ
( – વિકાર રહિત) એવું જ્ઞાન જેનો મહિમા છે એવો આ જ્ઞાયક આત્મા [ततः इतः बोध्यात्]
તે (અસમીપવર્તી) કે આ (સમીપવર્તી) જ્ઞેય પદાર્થોથી [काम् अपि विक्रियां न यायात्] જરા
પણ વિક્રિયા પામતો નથી, [दीपः प्रकाश्यात् इव] જેમ દીવો પ્રકાશ્ય પદાર્થોથી ( – પ્રકાશાવાયોગ્ય
ઘટપટાદિ પદાર્થોથી) વિક્રિયા પામતો નથી તેમ. તો પછી [तद्-वस्तुस्थिति-बोध-बन्ध्य-धिषणाः एते
अज्ञानिनः] એવી વસ્તુસ્થિતિના જ્ઞાનથી રહિત જેમની બુદ્ધિ છે એવા આ અજ્ઞાની જીવો [किम्
सहजाम् उदासीनताम् मुञ्चन्ति, रागद्वेषमयीभवन्ति] પોતાની સહજ ઉદાસીનતાને કેમ છોડે છે અને
રાગદ્વેષમય કેમ થાય છે? (એમ આચાર્યદેવે શોચ કર્યો છે.)